140 કરોડના ખર્ચે ગુજરાતના આ શહેરમાં બનશે કેબલ બ્રિજ, જાણો ખાસિયતો
કરોડો રૂપિયાના ખર્ચે સુરત મહાનગર પાલિકાએ તાપી નદી પર ડ્રીમ પ્રોજેક્ટ એવા કેબલ બ્રિજ બનાવ્યો છે. ભરૂચ અને ભાવનગરમાં બનેલા કેબલ બ્રિજથી આ બ્રિજ ખુબ અલગ છે, ત્યારે હવે આ બ્રિજ ક્યારે લોકો માટે ખુલ્લો મુકવામાં આવે છે, તેની ચર્ચા જોરશોરથી થઇ રહી છે.
તેજસ મોદી/ સુરત: કરોડો રૂપિયાના ખર્ચે સુરત મહાનગર પાલિકાએ તાપી નદી પર ડ્રીમ પ્રોજેક્ટ એવા કેબલ બ્રિજ બનાવ્યો છે. જેનું કામ હાલ અંતિમ તબક્કામાં છે. અનેક વિવાદો બાદ આ બ્રિજ બની ને તૈયાર થયો છે, ભરૂચ અને ભાવનગરમાં બનેલા કેબલ બ્રિજથી આ બ્રિજ ખુબ અલગ છે, ત્યારે હવે આ બ્રિજ ક્યારે લોકો માટે ખુલ્લો મુકવામાં આવે છે, તેની ચર્ચા જોરશોરથી થઇ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ બ્રિજનું ઉદ્દઘાટન કરે તે માટે તેમનો સમય પણ માંગવામાં આવ્યો છે.
[[{"fid":"183121","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]
બ્રિજ સીટી તરીકે ઓળખાતા સુરત શહેરની ટ્રાફિકની સમસ્યા દુર કરવા માટે અનેક બ્રિજ બનાવવામાં આવ્યા છે, તો અનેક બ્રિજ બની રહ્યા છે. ત્યારે અડાજણ-અઠવા વિસ્તારને જોડતા કેબલ બ્રિજનું 99 ટકા કામ પૂર્ણ થઇ ચુક્યું છે. હાલમાં બ્રિજનું ફાઈનલ ટચઅપનું કામ ચાલી રહ્યું છે. જોકે આ બ્રિજ વર્ષોની રાહ જોયા બાદ તૈયાર થયો છે તો સાથે વિવાદ પણ તેની સાથે એટલા જ જોડાયેલો છે. સુરતના નજરાના સમાન અડાજણ અને અઠવા વિસ્તારને જોડાતા કેબલ બ્રિજ છેલ્લા આઠ વર્ષ ઉપરાંત સમયથી બની રહ્યો છે. 10 મજુરોના મોતની મોટી દુર્ઘટના અને કોન્ટ્રાક્ટને બ્લેકલિસ્ટ કરવા સુધીની ઘટના બની હતી.
[[{"fid":"183122","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"4":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"4"}}]]
આ બ્રિજની ખાસિયત પણ મહત્વની છે. સુરતમાં બની રહેલો બ્રિજ ભાવનગર અને ભરૂચમાં બનેલો કેબલ બ્રિજની ઘણી બધી બાબતો અલગ છે, નર્મદા નદી પર બનાવાયેલા કેબલ સ્ટેઇડ બ્રિજને એકસ્ટ્રા ડોઝ કેબલ સ્ટેઇડ બ્રિજ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં કેબલ પર 40 ટકા લોડ અને સ્ટ્રકચર પર 60 ટકા લોડ હોય છે. જ્યારે સુરતના બ્રિજમાં 100 ટકા લોડ કેબલ પર જ હશે. અડાજણ અને અઠવા વિસ્તારમાં બની રહેલો બ્રિજ ભરૂચમાં બની રહેલા બ્રિજ કરતા અલગ છે ત્યારે આ બ્રિજની ખાસિયતની જો વાત કરવામાં આવે તો...
[[{"fid":"183123","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"5":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"5"}}]]
ભરૂચ કેબલ બ્રિજ અને સુરતના કેબલ સ્ટેઇડ બ્રિજ વચ્ચે અનેક તફાવત છે. ભરૂચનો બ્રિજ બે બાજુના કેબલ પર બનાવવામાં આવ્યો છે, જયારે સુરતના બ્રિજની ચાર લેન વચ્ચે બનાવામાં આવેલા કેબલ પર ટકેલી છે. કેબલ પર જ સંપૂર્ણ બ્રિજનો લોડ હોય તેવો કેબલ સ્ટેઇડ બ્રિજ હાલ માત્ર કોલકાતામાં છે, જ્યારે ગુજરાત રાજ્યમાં સુરતમાં આ પ્રમાણેનો પહેલો બ્રિજ બનશે.
આ છે કેબલ બ્રિજની ખાસિયતો
140 કરોડના ખર્ચે તૈયાર થઇ રહેલા બ્રિજનો 100 ટકા લોડ કેબલ પર હશે.
100% લોડ ઘરાવતો 4 લેન વાળો ગુજરાતનો પહેલો બ્રિજ હશે.
તાપી નદી પરના બ્રિજની લંબાઈ 918 મીટરની છે
સ્પાનની લંબાઈ અને ટાવરની ઊંચાઈનો રેશિયો 1:5 થી 1:10 છે
બ્રિજના કેબલ જે પિલર સાથે જોડાયેલા છે તેની ઉંચાઈ 100 ફૂટની હશે
કેબલ બ્રિજની પહોળાઈ 21મીટરની રાખવામાં આવી છે
કુલ 88 ટન વજન ધરાવતા 1632 કેબલનો ઉપયોગ
દરેક કેબલ જુદી જુદી સંખ્યાના નાના સ્ટે કેબલોનાં સમૂહથી બનેલો છે.
8500 ઘન મીટરથી વધુ કોન્ક્રીટ નો ઉપયોગ
65 હજારથી વધુ સીમેન્ટ બેગ વપરાઇ
2 હજાર ટન જેટલા સ્ટ્રક્ચરલ સ્ટીલનો વપરાશ
બ્યુટિફીકેશન માટે કોનિકલ સ્ટ્રીટ લાઈટ પોલ મુકાયા
પોલ પર કારમાં કરાતા પીયુ કોટિંગ પેઈન્ટ
અલગ અલગ કેપેસીટી ધરાવતી એલઈડી પ્રકાર ની લાઈટિંગ
એક પાઈલોનમાં બંને તરફ 10-10 એમ બંને પાઈલોનમાં 20-20 કેબલ છે.
વાંચો : ઉડી રહેલા વિમાનમાં એવું તે શું થયું કે મુસાફરોના નાક-કાનમાંથી લોહી વહેવા લાગ્યું...