તેજશ મોદી/સુરત :સુરત (Surat) માં મહિલાની અંદર ભૂત-પ્રેતે (horrr) આવ્યો હોવાનો વીડિયો સામે આવ્યો છે. સોશિયલ મીડિયા (Social Media) માં સુરતની મહિલાનો આ અજીબોગરીબ વીડિયો વાયરલ (Viral Video) થયો છે. જેમાં મહિલા જાહેર રોડ પર ડરાવવાની હરકત કરે છે, મહિલા વિચિત્ર અવાજ કરી રહી છે. મહિલાને હરકત જોઈ આસપાસના લોકો પણ ડરી જાય છે, મહિલા ઉંધી દોડે છે તેને જોઈ લોકો દોડવા લાગે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


સુરતની મહિલામાં ભૂતપ્રેત આવ્યો હોય તેવો વીડિયો સામે આવ્યો છે. વાયરલ વીડિયો સુરતના અડાજણ વિસ્તારનો હોવાનું કહેવાય છે. જેમાં એક મહિલા રાત્રે અંધારાના સમયમાં રસ્તા પર ચાલી રહી છે. પણ અચાનક તે ઊંધા પગે ચાલવા લાગે છે. ચાલતા ચાલતા તે ભૂત જેવો વિચિત્ર અવાજ કાઢી રહી છે. જેને કારણે જાહેર રસ્તા પર આસપાસ રહેલા લોકો પહેલા તો ડરી ગયા, અને બાદમાં ત્યાંથી ભાગ્યા હતા. આ મહિલાને જોવા માટે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. મહિલાની હરકત જોઈને લોકોમાં ડરનું લખલખુ પસાર થઈ ગયું હતું. જોકે,  ZEE 24 કલાક વાયરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :