Surat News ચેતન પટેલ/સુરત : સુરત શહેરના ન્યુ સીટી લાઈટ ખાતે આવેલા સ્લમ વિસ્તારમાં રોજ સાંજે હનુમાન ચાલીસા અને શાસ્ત્રોના શ્લોકોનો આવાજ દૂર સુધી સંભળાય છે અને આ અવાજ નાના નાના બાળકોનો હોય છે. ભક્તિમય વાતાવરણના કારણે આસપાસના લોકો પણ અહીં જોવા માટે આવી જાય છે. બાળકોમાં સનાતન સંસ્કૃતિ અંગે જાણકારી મળી રહે આ માટે 55 વર્ષીય હોમ મેકર મંજુ મિત્તલ દ્વારા આ ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મંજુ મિત્તલ રોજ સુરત શહેરના સ્લમ વિસ્તાર ગણાતા ઇડબલ્યુએસ આવાસમાં જાય છે અને ત્યાં 5 વર્ષથી લઈ 13 વર્ષના બાળકોને એકઠા કરી તેમને અલગ અલગ શ્લોકોના પાઠ કરાવે છે. એટલું જ નહીં તેઓ રોજ બાળકોને હનુમાન ચાલીસાના પાઠ કરાવે છે, જેથી આ બાળકોને હવે અનેક શ્લોકો અને હનુમાન ચાલીસા કંઠસ્થ થઈ ગયા છે. બાળકો પણ સમયસર મંજુ મિતલ આવે તે પહેલા એકત્ર થઈ જાય છે. અને બાળકો અને લોકો ક્યારે હનુમાન ચાલીસાનો પાઠ શરૂ થાય તેની રાહ જોતા હોય છે. જ્યારે મંજુ મિત્તલ દ્વારા શાસ્ત્રોના શ્લોકોનો પાઠ કરવામાં આવે છે, ત્યારે તેમની સાથે આ બાળકો પણ શ્લોકો સાથે સાથ બોલતા હોય છે. 


ગુજરાતમાં બાબા બાગેશ્વરને કોણે ફેંક્યો પડકાર, કે દરબાર ભરાતા પહેલા જ ચર્ચા શરૂ થઈ


તમામ બાળકો આટલી નાની ઉંમરમાં સંસ્કૃતના મોટાભાગના શ્લોકો કંઠસ્થ કરી ચૂક્યા છે. જ્યારે પણ શ્લોકોનું ઉચ્ચારણ કરવામાં આવે છે, ત્યારે તમામ બાળકો તેમાં તલ્લીન જોવા મળે છે. બાળકો આંખ બંધ કરીને અને બંને હાથ જોડીને બેસી જાય છે અને જ્યારે  હનુમાન ચાલીસાનો પાઠ શરૂ થાય છે, ત્યારે તેમને હનુમાન ચાલીસાની એક એક લાઈન સારી રીતે યાદ હોય છે. તેઓ આટલી નાની ઉંમરમાં પણ સારી રીતે તેનું ઉચ્ચારણ કરતા હોય છે. 


'રૂપાણી' ને પણ ભારે પડ્યા છે 'ભીમાણી', ભાજપ, સંઘ અને સરકાર નારાજ છતાં કોના આશીર્વાદ?


હવે આ વિસ્તારને તેઓ સ્લમ વિસ્તાર નહીં પરંતુ શબરીધામ કહે છે. નાના બાળકોને દિવસની શરૂઆત કઈ રીતે કરી શકાય તેની જાણકારી આપે છે. મંત્ર અને શ્લોકના માધ્યમથી કઈ રીતે ઈશ્વરની આરાધના કરી શકાય તે જાણકારી આ બાળકોને આપે છે. સંસ્કૃત આ દેવ ભાષા છે જેથી શબરીધામના બાળકોને પણ આ સંસ્કૃત ભાષા શીખવાનો અધિકાર છે. સવારે ઊઠતાની સાથે રાત સુધી કઈ રીતે લોકોને મંત્રોના માધ્યમથી દિવસ પસાર કરવો આ અંગે અમે જાણકારી આપીએ છીએ, સાથે હનુમાન ચાલીસાનો પણ પાઠ કરાવે છે.


ગુજરાતના આ શહેરમાં ભરાશે ફેમસ બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર