ચેતન પટેલ/સુરત :સુરતીઓ ગ્રીષ્મા વેંકરિયાની દર્દનાક ઘટના આજે પણ ભૂલી શક્યા નથી. આજે પણ નજર સામે કેવી રીતે જાહેરમાં તેનુ ગળુ કપાયું હતું તે યાદ કરીને હચમચી જવાય છે. ત્યારે સુરતના પાંડેસરામાં ગ્રીષ્મા વેંકરિયા હત્યાકાંડ જેવી ઘટના થતી રહી ગઈ. 14 વર્ષની કિશોરી પર એક ટપોરીએ હુમલો કર્યો હતો. યુવકે તેને સંબંધ બાંધવા દબાણ કરીને કિશોરીનું ગળુ કાપવાનો પ્રયાસ કર્યો હતો, પરંતું કિશોરીએ મોઢું ફેરવી લેતા તેનો ગાલ ચીરાયો હતો. લોહીલુહાણ હાલતમાં તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. જ્યાં તેને ગાલ પર 17 ટાંકા લેવામાં આવ્યાં છે. 14 વર્ષની કિશોરી પર જીવલેણ હુમલો કરીને યુવક મહારાષ્ટ્ર ભાગી ગયો છે. ત્યારે પોલીસે તેને શોધવા ચક્રો ગતિમાન કર્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીડિત કિશોરીએ પોલીસને જણાવ્યું કે, પાંડેસરાની ગૌરી નગર સોસાયટીમાં રહેતી કિશોરી ધોરણ-8માં અભ્યાસ કરે છે. બુધવારના રોજ તે તેના રૂમમાંથી બહાર નીકળી બાથરૂમમાં ગઈ હતી, તે જ સમયે કાલુ નામના યુવકે તેની નજીક આવી તારૂ કોની સાથે લફડુ ચાલે છે તેમ કહી તેણે યુવતીના ગળા પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. જોકે કિશોરીએ બચવા માટે તેની ગરદન હટાવી લેતા ચપ્પુ તેના ચહેરા પર વાગ્યું હતુ અને તેનો ગાલ ચીરાઈ ગયો હતો. તેને ચહેરાના ભાગે 17 જેટલા ટાંકા લેવા પડ્યા છે.



કિશોરીએ જણાવ્યું કે, કાલુ નામનો યુવક કેટલાય દિવસોથી તેનો પીછો કરતો હતો. તે તેના એકતરફી પ્રેમમાં પાગલ હતો. મારા પાડોશમાં એક મહિલા રહે છે, જેના ઘરે તે આવતોજતો હતો. યુવકે અનેકવાર કિશોરી સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કિશોરીએ તેની સાથે વાત કરી ન હતી. છતા યુવક તેની સાથે સંબંધ રાખવા દબાણ કરતો હતો. તેથી ગુસ્સાયેલા કાલુએ તેના પર ચપ્પુથી હુમલો કર્યો. 


યુવકે બપોરના સમયે કિશોરી પર હુમલો કર્યો હતો. જેના બાદ તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી. કિશોરી પર સર્જરી કરાતા તેના ચહેરાના ભાગ પર 17 ટાંકા લેવા પડ્યા હતા.