હદ થઈ ગઈ! કામ ન કરવા યુવકે પોતાની જ આંગળીઓ કાપી નાંખી, સુરતનો અજીબોગરીબ કિસ્સો
Surat Crime News : સુરતમાં ડાયમંડ કર્મચારીમાં આંગળી કાપવાનો કેસમાં ખુદ ફરિયાદી જ નીકળ્યો આરોપી... આરોપીએ જાતે જ આંગળી કાપી નાંખી હતી... જ્યાં કામ કરતો હતો ત્યાં તેને કામ ન હતું કરવું... સંબંધી હોવાના કારણે કામ માટે દબાણ કરતા હતા... આંગળી કાપીને રિંગ રોડ નદી પાસે ફેંકી દીધી હતી... પહેલાં 3 આંગળી અને બાદમાં એક આંગળી કાપી
Surat News : સુરત શહેરમાં અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે.સુરત માં કામ કંટાળી યુવકે જાતે જ પોતાની 4 આંગળીઓ કાપી કાપી નાંખી છે. પરિવારજનોથી વાત છુપાવવા યુવકે તાંત્રિકવિધિની સ્ટોરી ઉપજાવી કાઢી હતી. જોકે સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસની પૂછપરછમાં યુવક પડી ભાંગ્યો હતો અને જાતેજ આંગળી કાપી હોવાનું સ્વીકાર્યું હતું.
કતારગામ ડભોલી ચાર રસ્તા પાસે શ્રીનગર સોસાયટીમાં રહેતા અને જ્વેલરી શોપમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરનાર મયુર તારાપરા આઠમી ડિસેમ્બરના રોજ મિત્રને મળીને ઘરે પરત જઈ રહ્યા હતા ત્યારે તેમને વરિયાવ બ્રિજ પાસે કોઈ બેભાન કરી હાથની ચાર આંગળીઓ કાપી ચોરી નાસી ગયા હતા. આ થીયરી પોતે ફરિયાદી મયુરે તારાપરાએ પોલીસને જણાવી હતી અને આશંકા વ્યક્ત કરી હતી કે તેની આંગળીઓ તાંત્રિક વિધિમાં બલી માટે આપવામાં આવી હોય એવું તેને લાગી રહ્યું છે.
મયુરની વાત પર પોલીસે તપાસ કરી
ફરિયાદી મયુરની ફરિયાદ અને તેની થીયરી મુજબ અમરોલી પોલીસે તપાસ હાથ ધરી હતી. સ્થળ પર જઈને પણ તપાસ કરવામાં આવી પરંતુ ત્યાં લોહીના એક પણ ટીપા મળ્યા નહોતા. મયુર ને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા બીજી બાજુ પોલીસ સીસીટીવી ફૂટેજ ની પણ તપાસ કરવામાં આવી પરંતુ કોઈ વ્યક્તિ સીસીટીવી ફૂટેજમાં દેખાયો નહોતો. આપણે કઈ રીતે મયુર ની આંગળીઓ કોઈ કાપીને નાસી ગયો અને શા માટે આ કૃત્ય કર્યું તે પોલીસ માટે માથાનો દુખાવો હતો. આ વચ્ચે સ્થળ તપાસ બાદ પોલીસ વારંવાર મયુર ની પણ પૂછપરછ કરી રહી હતી. પરંતુ મયુર જે ઘટના અંગે વિગતો આપી રહ્યો હતો તે અને સ્થળની સ્થિતિથી મેચ થતો નહોતો આખરે પોલીસે દબાણપૂર્વક તેની પૂછપરછ હાથ ધરી.
ખતરનાક આગાહી! બંગાળની ખાડીમાં બે વાવાઝોડા એક્ટિવ થયા, કયું વાવાઝોડું ભારત તરફ આવી રહ્યું છે?
પિતાના ઓળખીતાને કારણે મજબૂરીથી નોકરી કરી રહ્યો હતો
ક્રાઈમ બ્રાન્ચે જ્યારે દબાણપૂર્વક મયુર ની તપાસ હાથ ધરી ત્યારે તે ભાંગી ગયો તેણે જણાવ્યું કે જે જ્વેલર્સની દુકાન માટે નોકરી કરે છે તે તેના પિતાના ઓળખીતા લોકો છે અને ત્યાં તે નોકરી કરવા માંગતો નહોતો જેથી તે દબાણમાં રહેતો હતો અને પરિવારને પણ આ અંગે કહી શક્યો નહોતો. દબાણમાં આવીને તેણે પોતાની આંગળીઓ કાપી લીધી હતી. આ માટે તે પહેલા દુકાનમાં ગયો હતો અને ધારદાર મોટું ચપ્પુ લઈને આવ્યો હતો.
આ સમગ્ર મામલે ડીસીપી ભાવેશ રોઝીયા એ જણાવ્યું હતું કે, મયુર ની આંગળીઓ કપાઈ ગઈ હતી જે અંગે અમે તપાસ કરી રહ્યા હતા. પહેલા આ કોઈ તાંત્રિક રીતે હોય તે એંગલથી તપાસ કરવામાં આવી હતી. પરંતુ જ્યારે મયુરની દબાણપૂર્વક પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે જણાવ્યું હતું કે તે જ્યાં નોકરી કરે છે ત્યાં નોકરી કરવા માંગતો નહોતો અને જે જ્વેલર્સ સોપ માટે નોકરી કરતો હતો તે પિતાના ઓળખીતા હતા. જેથી તે દબાણમાં આવી ગયો હતો. તેને જણાવ્યું હતું કે પહેલા તે દુકાનમાં ગયો અને ત્યાંથી ચપ્પુની ખરીદી કરી અને ત્યારબાદ આ ચપ્પુ વડે એક ગામ મારી ત્રણ આંગળીઓ કાપી અને બીજા વારથી એક આંગળી વધુ કાપી આમ તેને બે ઘા મારી પોતાની ચાર આંગળીઓ કાપી લીધી હતી..તેઓએ વધુમાં જણાવ્યું હતું કે મયુરના કહેવા મુજબ અમે પહેલા દુકાનમાં ગયા તેની વાત સાચી છે કે નહીં તે અંગે તપાસ હાથ ધરી. દુકાનદારે જણાવ્યું કે મયુર જ અહીંથી ચપ્પુ ખરીદીને ગયો છે. ત્યારબાદ જે સ્થળ તેને જણાવ્યું હતું ત્યાં જઈને અમે તપાસ કરી ત્યાંથી કોથળીમાં ત્રણ આંગળીઓ મળી આવી છે અમે આ અંગે ડોક્ટર સાથે પણ સંપર્ક કર્યો પરંતુ તેની આંગળીઓ ફરીથી હાથમાં લાગી શકે તેવી સ્થિતિ લાગતી નથી. તે ખૂબ જ દબાણમાં હતો જેથી હવે અમે મનોચિકિત્સક ને પણ આ અંગે જાણ કરશો.
આ સમગ્ર મામલે મયુરે પણ જણાવ્યું હતું કે જવેલર્સના ત્યાં તે નોકરી કરતો હતો તે કમ્પ્યુટર ઓપરેટર હતો કમ્પ્યુટર આંગળીઓથી ચલાવી ન પડે આ માટે તેને આંગળીઓ કાપી લીધી હતી. તેને જણાવ્યું હતું કે તે ખૂબ જ દબાણમાં હતો અને આ અંગે કોઈને કહી શકતો નહોતો.
નવું હેલિકોપ્ટર ખરીદીને સાળંગપુરમાં દર્શન કરવા પહોંચ્યો પરિવાર, પૂજા બાદ પહેલી ઉડાન ભરી