Surat News પ્રશાંત ઢીવરે/સુરત : સુરતમાં ડીંડોલી વિસ્તારમાં માતાએ ધંધો કરવા પૈસા નહીં આપતા 28 વર્ષીય યુવકે પોતાને જ ગળા અને હાથ પર બ્લેડના ઘા મારીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. માસીના ઘરના ધાબા પર યુવક ગોહિલવાણ હાલતમાં મળી આવ્યો હતો ત્યારબાદ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું ઓપરેશન કરવું પડે તેવી સ્થિતિ છે


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મૂળ મહારાષ્ટ્રનો 28 વર્ષીય મહેન્દ્ર ભરતભાઈ તુવર લિંબાયત વિસ્તારમાં આવેલા મહારાણા પ્રતાપ નગરમાં પરિવાર સાથે રહે છે. પરિવારમાં માતા પિતા અને ભાઈ ભાભી છે. મહેન્દ્ર કાપડ માર્કેટમાં કામ કરતો હતો. જોકે નોકરી છૂટી ગઈ હતી. જેથી માતા પિતા પાસે ધંધા માટે રૂપિયાની માંગણી કરી રહ્યો હતો. મહેન્દ્ર આજે સવારે ડિંડોલી ખાતે રહેતા માસીને મળવા જવાનું કહી ઘરેથી નીકળ્યો હતો. 


અપંગ યુવાનને મજબૂરીમાં બનવું પડયું ભીખારી, દાનવીર કહેવાતા ગુજરાતીઓએ પણ મોં ફેરવ્યું


માસીના ઘરે ચા-નાસ્તા કરી મહેન્દ્ર ધાબા ઉપર ચાલી ગયો હતો. જ્યાં પોતાના જ ગળા અને હાથ પર બ્લેડના ઘા મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. નાના બાળકની બુમાબુમ સાંભળી દોડીને ધાબા પર જતાં મહેન્દ્ર લોહી લુહાણ હાલતમાં મળી આવ્યો હતો


ઘટનાની જાણ બાદ માતા-પિતા ઇજાગ્રસ્ત પુત્રને 108ની મદદથી સારવાર માટે સિવિલ લઈ આવ્યા હતા. મહેન્દ્રએ 12 સે.મી. લાબું અને 4 સે.મી. પહોળું ગળું કાપ્યું છે. આ સાથે જ હાથ પર પણ બ્લેડના ઘા માર્યા છે. ડોક્ટરોએ કહ્યું ગળું લંબાઈ-પહોળાઈમાં વધારે કપાયું છે. પરંતુ ઉંડાણમાં ઓછું છે. હાલ તો ઓપરેશન કરવું પડે તેવી સ્થિતિ છે.


તને હિરોઈન બનાવી દઈશ... કહીને ગુજરાતી ડિરેક્ટરે સગીરાની આબરું લુંટવાનો પ્રયાસ કર્યો