• 2006ના તાપી નદીમાં પૂર વેળા તણાઇ આવેલી ૨ માદા જળબિલાડીને રેસ્ક્યુ કરી અહીં રાખવામાં આવી હતી

  • અમદાવાદ, ચંડીગઢ અને હૈદરાબાદ અને રાયપુર ઝુ માં જળ બિલાડીની એક એક જોડી આપી છે


ચેતન પટેલ/સુરત :શ્યામાપ્રસાદ મુખર્જી નેચર પાર્કને વરદાન સ્વરૂપે મળેલી જળ બિલાડીના બ્રીડિંગ માટે સુરત સમગ્ર દેશમાં મોડેલ બની રહ્યું છે. ત્યારે તાજેતરમાં રાયપુરના ઝુ માં જળ બિલાડીની એક જોડી આપ્યા બાદ ત્રણ રાજ્યોના ચાર ઝુ દ્વારા જળબિલાડીની ડિમાન્ડ કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતમાં જળબિલાડીની સંખ્યામાં વધારો 
સમગ્ર દેશના આશરે 510 જેટલા પ્રાણીસંગ્રહાલયમાં સુરત એકમાત્ર એવું શહેર છે, જ્યાં જળબિલાડીઓની સંખ્યામાં સતત વધારો થયો રહ્યો છે અને દેશના અન્ય પ્રાણી સંગ્રહાલયોમાંથી સુરત ઝુ પાસે જળબિલાડીઓ માંગવામાં આવી રહી છે. સુરતમાંથી હાલ જ રાયપુર ખાતે જળ બિલાડીની એક જોડી મોકલાવી સામે સિંહણની જોડી લેવામાં આવી છે. ત્યારે રાજકોટ ઝુ, દિલ્હી ઝુ, કાનપુર ઝુ અને મૈસુર ઝુ દ્વારા ફરી જલબિલાડીની માંગ કરવામાં આવી છે. 


આ પણ વાંચો : વડોદરામાં મ્યૂકોરમાઈકોસિસ બીમારીની એન્ટ્રી, 7 કેસ આવ્યા 


તાપીના પૂર સમયે 2 જળબિલાડી રેસ્ક્યૂ કરાઈ હતી
વર્ષ 2006ના તાપી નદીમાં પૂર વેળા તણાઇ આવેલી ૨ માદા જળબિલાડીને રેસ્ક્યુ કરી અહીં રાખવામાં આવી હતી. ત્યાર બાદ ફોરેસ્ટ વિભાગમાંથી લાવવામાં આવેલી એક નર જળબિલાડી રાખવામાં આવી હતી. બાદમાં અહીં જળબિલાડીઓની સંખ્યા એટલી સારી રીતે વધી રહી છે, જે દેશના કોઈ બીજા પ્રાણીસંગ્રહાલયમાં જોવા મળતી નથી. 


દક્ષિણ ગુજરાતનું વાતાવરણ પ્રાણીઓ માટે માફક 
સરથાણા નેચર પાર્કના વેટરનિટી ઓફિસર ડો.રાજેશ પટેલે કહ્યું કે, અત્યાર સુધી કુલ ૨૬ બચ્ચાનો જન્મ થયો છે. તે પૈકી આપણે અમદાવાદ, ચંડીગઢ અને હૈદરાબાદ અને રાયપુર ઝુ માં જળ બિલાડીની એક એક જોડી આપી છે અને તેની સામે બીજા વાઈલ્ડ એનિમલ લીધા છે. અત્યારે સમગ્ર ભારતમાં સક્સેસફુલ કેપટીવિટી સુરત ઝુ માં જ થઈ રહી છે. આગળના સમયમાં રાજકોટ ઝુ, દિલ્હી ઝુ, યુપીના કાનપુર ઝુ અને કર્ણાટકના મૈસુર ઝુ ની ફરી માંગ કરવામાં આવી છે અને પોપ્યુલેશન થયા બાદ ફરીથી એનિમલ્સ ફેરબદલ કરી આપવામાં આવશે. પ્રજનન સક્સેસફુલ થવાનું કારણ એ છે કે સાઉથ ગુજરાતનું અને ઝુ નું લોકેશન તેને ફાવટ આવે છે. કારણ કે સાઉથ ગુજરાતમાં વાઈલ્ડ એનિમલમાં તેનું પોપ્યુલેશન ઘણું છે. તેમજ તેની સાર સંભાળ સારી રીતે કરવામાં આવે છે. જેથી દેશમાં કેપટીવ બ્રિડિંગમાં સુરતનું નામ છે.


આ પણ વાંચો : રાજકોટમાં પતંગ ચગાવતા પહેલા સાવધાન, પોલીસે બહાર પાડ્યું જાહેરનામુ