સુરતીઓને કંઇક નોખુ જ જોવે ! આ ટેણીયાએ બનાવી નાખી અનોખી નેચરલ સાયકલ
એક નાનો આઈડિયા પણ મોટો બદલાવ લાવતો હોય છે, ત્યારે સુરતના એક 17 વર્ષના વિદ્યાર્થીએ યુ ટ્યુબ પર એક વિડીયો જોઈ લાકડાની ફ્રેમ આવી સાયકલ બનાવી છે, જેના માટે તેને મહારાષ્ટ્રથી ડેન્ડોકોલામલ સ્ટોક્સી બામ્બુ મંગાવી, જાતે કટ કરી તૈયાર કરી વોટરપ્રુફ સાઈકલ બનાવી હતી. આ સાયકલ, જી હાં પહેલી નજરે તમે ભરોસો નહીં કરી શકો, પરંતુ આ વાત સાચી છે, અને આ કમાલ સુરતના 17 વર્ષના કુશ જરીવાલાએ કર્યું છે, કુશે બામ્બુમાંથી સાઈકલ તૈયાર કરી છે. કુશ જરીવાલા હાલ ધોરણ-12 કોમર્સમાં અભ્યાસ કરે છે, વાત એમ છે કે લોકડાઉન દરમિયાન કુશ સોશિયલ મીડિયામાં વિડીયો જોય રહ્યો હતો. દરમિયાન એક વ્યક્તિનો વીડિયો યુટ્યુબ પર જોયો હતો, આ વ્યક્તિ નેચર લવર હતો, તેની પાસે રક સાઈકલ હતી, જે લાકડાના બામ્બુમાંથી બની હતી. આ વીડિયો જોઈ કુશ પ્રભાવિત થયો હતો, ભારતના લોકો બામ્બુની ઈકોફ્રેન્ડલી સાઈકલ વિશે માહિતી મળે તે માટે કુશને આ સાઈકલ બનાવવાનો વિચાર આવ્યો હતો.
તેજસ મોદી/સુરત : એક નાનો આઈડિયા પણ મોટો બદલાવ લાવતો હોય છે, ત્યારે સુરતના એક 17 વર્ષના વિદ્યાર્થીએ યુ ટ્યુબ પર એક વિડીયો જોઈ લાકડાની ફ્રેમ આવી સાયકલ બનાવી છે, જેના માટે તેને મહારાષ્ટ્રથી ડેન્ડોકોલામલ સ્ટોક્સી બામ્બુ મંગાવી, જાતે કટ કરી તૈયાર કરી વોટરપ્રુફ સાઈકલ બનાવી હતી. આ સાયકલ, જી હાં પહેલી નજરે તમે ભરોસો નહીં કરી શકો, પરંતુ આ વાત સાચી છે, અને આ કમાલ સુરતના 17 વર્ષના કુશ જરીવાલાએ કર્યું છે, કુશે બામ્બુમાંથી સાઈકલ તૈયાર કરી છે. કુશ જરીવાલા હાલ ધોરણ-12 કોમર્સમાં અભ્યાસ કરે છે, વાત એમ છે કે લોકડાઉન દરમિયાન કુશ સોશિયલ મીડિયામાં વિડીયો જોય રહ્યો હતો. દરમિયાન એક વ્યક્તિનો વીડિયો યુટ્યુબ પર જોયો હતો, આ વ્યક્તિ નેચર લવર હતો, તેની પાસે રક સાઈકલ હતી, જે લાકડાના બામ્બુમાંથી બની હતી. આ વીડિયો જોઈ કુશ પ્રભાવિત થયો હતો, ભારતના લોકો બામ્બુની ઈકોફ્રેન્ડલી સાઈકલ વિશે માહિતી મળે તે માટે કુશને આ સાઈકલ બનાવવાનો વિચાર આવ્યો હતો.
કળિયુગી માઁ : રંગરેલિયા મનાવવામાં અડચણરૂપ બનતા બાળકને ગળેટૂંપો આપી હત્યા
લોકડાઉન હોવાથી પોતાના પિતાની ફેકટ્રીએ જઈ કુશે સાઈકલ બનાવવાનો 1 મહિના સુધી જોઈ તેના પર રિસર્ચ કર્યુ હતું. ડેન્ડોકોલામલ સ્ટોક્સી નામના બામ્બુનો ઉપયોગ સાયકલમાં કરવામાં આવે છે. જોકે ગુજરાતમાં આવા બામ્બુ મળતા નથી. આ બાબું ખાસ મહારાષ્ટ્રમાં મળે છે. જેથી મહારાષ્ટ્રથી બામ્બુ મંગાવ્યાં હતા. આ બાબુંની ફ્રેમથી બનેલી સાઈકલ 100 કિલો સુધી વજન ઉંચકી શકે છે. કુશનું કહેવું છે કે આ સાઈકલમાં કુલ 7 બામ્બુનો ઉપયોગ કરી તેની ફ્રેમ બનાવવવામાં આવી છે. તમામ બામ્બુઓને સુતરીની દોરીથી એકબીજા સાથે બાંધીને ગ્લુથી જોઈન્ટ કર્યા છે.
અર્થાત: PM મોદીએ લોકાર્પણ કરેલા આરોગ્ય વન, એકતા મોલ અને ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્કની શું છે ખાસિયતો
બામ્બુની સાઈકલ બનાવવુ ઘણું જ અઘરું છે. કારણકે બામ્બુને કટ કરીને તેને બરાબર ગોઠવવું અઘરું હતુ. બામ્બુને કટ કરવાની સાથે દરેક વસ્તુને કુશે જાતે કરી હતી. બાદમાં બામ્બુ પર પોલીયુરેથીન કોટીન લગાડવામાં આવ્યું છે, જેનાથી સાઈકલ વોટર પ્રુફ બની ગઈ છે. આ સાઈકલ સામાન્ય સાઈકલ કરતા હલકી છે, કારણ કે સાયકલની ફ્રેમ અઢી કિલોની છે. બામ્બુની અંદરના જે ફાઇબર હોય તે રોડના ખાડાઓને એબ્ઝોર્બ કરી લે છે તેથી રાઈડ સરળ બની જાય છે. આ ફ્રેમનો અંદાજીત ખર્ચ 20000ની આસપાસ થાય છે, ત્યાર બાદ જે અન્ય સાધનો લગાડવામાં આવે છે, તે પોતાને ગમે તેવા લગાવી શકાય છે, તેનો ખર્ચ અલગથી થાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube