તેજશ મોદી/સુરત :ચારધામની યાત્રાએ ગયેલા સુરતના 15 યુવાનોમાંથી 3 યુવાનો ઉત્તરાખંડની નદીમાં ડુબી જવાની ઘટનાએ સુરતમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે. તમામ યુવાનો સુરતના વાડીફળિયા વિસ્તારના રહેવાસી હતા. એક યુવાનની લાશ મળી આવી છે, જ્યારે કે, બે યુવાનો હજુ લાપતા હોવાનું જાણવા મળ્યું છે. નદીની રેતીમાં એક યુવાન લપસી જતા તેને બચાવવા બે મિત્રો દોડી ગયા હતા. પણ કમનસીબે તેઓ પણ ડૂબ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતના 15 જેટલા યુવાનો 15 જૂને ચારધામની યાત્રાએ ગયા હતા. યાત્રા પૂર્ણ થવાને આરે હતી, પણ શુક્રવારે સવારે તેઓ હરિદ્વારથી શિવપુરી તરફ જવા નીકળ્યા હતા. રસ્તામાં તેઓ રીવર રાફ્ટિંગ કરવા નદીમાં ઉત્રયા હતા. ત્યારે આવામાં ત્રણ મિત્રો એક ભેખડ પર સેલ્ફી લેવા ચઢ્યા હતા. જેનીશ પટેલ, કુણાલ કોસડીયા અને ફેનિલ ઠક્કર નામના યુવાનો જે ટેકરી પર સેલ્ફી લેવા ચઢ્યા હતા, તે અચાનક ધસી પડી હતી. જેને કારણે તેઓ 30 ફૂટ નીચે ખાબક્યા હતા. 


પહેલા વરસાદમાં જ સ્ટેચ્યુ ઓફ યુનિટીના હાલ થયા બેહાલ, ગેલેરીમાં અંદર પાણી ભરાયા


આ જોઈને બાકીના યુવાનો ત્રણેયની મદદે પહોંચ્યા હતા. ઉપરથી પડવાથી ફેનિલ ઠક્કર પથ્થરો વચ્ચે ફાસઈ ગયો હતો, તેથી તેને તરત બચાવી શકાયો હતો. પરંતુ જેનિશ અને કુણાલ નદીના ધસમસતા પ્રવાહમાં તણાઈ ગયા હતા. પરંતુ મોડી રાત્રે પણ જેનીસ અને કૃણાલનો મોડી રાત સુધી પત્તો લાગ્યો નહોતો. 


આ દુર્ઘટનાની જાણ થતા જ સુરતમાં રહેતા તેમના પરિવારજનોના માથા પર આભ ફાટી પડ્યું હતું. પરિવારજનો તાત્કાલિક હરિદ્વાર દોડતા થયા હતા. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :