સુરત :શિક્ષકને માર મારવાની ઘટનાને પગલે સુરતની 400થી વધારે ખાનગી સ્કૂલો આજે બંધ રાખવામાં આવી છે. ખાનગી સ્કૂલના સંચાલકો દ્વારા શાળા બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. ત્યારે જિલ્લા શિક્ષણાધિાકરીએ ખાનગી સ્કૂલોને ચીમકી આપી છે કે, જો સ્કૂલોમાં શિક્ષણ કાર્ય બંધ રહેશે તો કાર્યવાહી કરાશે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં સુરતની આશાદીપ સ્કૂલના શિક્ષકે એક વિદ્યાર્થીને માર માર્યો હતો, જેના બાદ વાલીઓએ શિક્ષકને માર માર્યો હતો. 


બહુચરાજી મંદિર : દશેરાએ નવલખો હાર પહેરીને મા બહુચર નગરચર્યાએ નીકળે છે


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘટનાને પગેલ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ સોમવારે શિક્ષણકાર્ય પ્રતિક બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. જેને પગલે સોમવારે સુરતની 400થી વધુ શાળાઓ બંધ છે. શાળા સંચાલકોના નિર્ણયને પગલે વિદ્યાર્થી અને શિક્ષકોને એક દિવસની રજા રહેશે. તો બીજી તરફ, શાળા સંચાલક મંડળે સર્વાનુમતે કરેલા ઠરાવને સુરત શહેર, દક્ષિણ ગુજરાત અને ગુજરાતના તમામ શૈક્ષણિક સંગઠનોએ પણ સમર્થન આપ્યું છે. રવિવારે દિવસભર વાલી, શિક્ષકો, વિદ્યાર્થીઓ વચ્ચે ચર્ચાઓ ચાલી હતી. જેના બાદ શાળા બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. 


પહેલા નોરતે પ્રિયંકા ચોપરા પહોંચી અમદાવાદ, ગ્રાઉન્ડ પર દાંડિયા રાસ કર્યો



350 જેટલા ટ્યુશન ક્લાસ પણ બંધ
સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના બંધને રાજ્યભરના શૈક્ષણિક સંગઠનોએ સમર્થન આપ્યું છે. સુરત એકેડમિક એસોસિયેશન પણ આ બંધને સપોર્ટ આપ્યો હતો. જેને પગલે સુરતના 350થી વધુ ટ્યુશન ક્લાસિસ પણ આજે બંધ રહ્યા હતા. આ સિવાલ પ્રિ-સ્કૂલ એસોસિયેશન પણ આ બંધમાં જોડાયું છે. રવિવારે શિક્ષણાધિકારી કચેરી દ્વારા શાળા સંચાલકો સાથે બેઠક માટે પ્રયાસો કરાયા હતા, પરંતુ મોડી સાંજ સુધી બેઠક ન થતા કોઈ સમાધાન થઈ શક્યુ ન હતું. 


સુરતના નાના વરાછા વિસ્તારમાં આવેલી આશાદીપ વિદ્યાલયમાં શિક્ષક દ્વારા નજીવી બાબતે વિદ્યાર્થીને ઢોર માર માર્યો હતો. વિદ્યાર્થીને એટલી હદે માર માર્યો હતો કે, વિદ્યાર્થી પેટ પકડી બેસી ગયો હતો. બીજા દિવસે આ ઘટનાની જાણ પરિવારજનોને થતા તેઓ સ્કૂલે દોડી આવ્યા હતા. પરિવારજનોએ સૌપ્રથમ શાળાના સીસીટીવી ફૂટેજ જોયા હતા. જેમાં પોતાના જ બાળકને માર ખાતો જોતા પરિવારજનો વિફર્યા હતા. પરિવારજનો દ્વારા ચાલુ ક્લાસમાં ઘૂસી શિક્ષકને ક્લાસની બહાર કાઢવામાં આવ્યો હતો અને તેને લાકડા વડે ઢોર માર માર્યો હતો.


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :