તેજશ મોદી/સુરત :કેન્દ્ર સરકાર રિજનલ કોમ્પ્રિહેનસીવ ઇકોનોમિક પાર્ટરશીપ એટલે કે RCEP લાગુ કરવા જઈ રહી છે. સરકારના નિર્ણય સામે દેશના વેપારીઓ દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે. સુરત (Surat) માં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ટેક્સટાઇલ (Textile) વેપારીઓ સાથે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સરકારના નિર્ણય સામે વિરોધ દર્શાવ્યો હતો.


રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના હાલ, લોબીમાં ખાટલા પાથરી સારવાર આપી


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્ર સરકાર દ્વારા રિજનલ કોમ્પ્રિહેનસીવ ઈકોનોમિક પાર્ટનરશિપ ( RCEP ) અંતર્ગત લેવામાં આવનાર નિર્ણય પર સુરત સહિત દેશના જુદાજુદા વેપારીઓ દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે. RCEP અંતર્ગત દુનિયાના 15થી વધુ દેશો સીધું જ ભારત દેશમાં રોકાણ કરી શકશે. ત્યારે અન્ય દેશોના સીધા જ રોકાણથી સ્થાનિક વેપાર પર માઠી અસર પડવાવની શકયતા સેવાઇ રહી છે અને વેપારીઓમાં ચિંતા પ્રવર્તી રહી છે. જેને લઇ સરકારના આ નિર્ણયનો વિરોધ કરાઈ રહ્યો છે. સરકારના આ નિર્ણયથી ટેક્સટાઇલ, ડેરી પ્રોડક્ટ, ઈલેક્ટ્રોનિક્સ સહિતના ઉદ્યોગો પર સીધી વિપરીત અસર પડી શકે છે. ત્યારે ટેક્સટાઇલ હબ સિટી સુરત ખાતે આજે સુરતના સહિત દેશના અન્ય અનેક શહેરોના જુદાજુદા ટેક્સટાઇલ સાથે જોડાયેલા વેપારી આગેવાનોની મીટિંગ યોજાઈ હતી. સુરતના ચેમ્બર્સ ઓફ કોમર્સ ખાતે ટેક્સટાઇલ વેપારીઓની મીટિંગ યોજાઈ હતી. જેમાં તમામ વેપારીઓને RCEPથી થતા નુકશાન વિશે જાણકારી આપવામાં આવી હતી અને આગામી દિવસોમાં કઈ રીતે RCEPથી ટેક્સટાઇલ ઉદ્યોગને બચાવી શકાય જે માટે ધારદાર સરકારને રજૂઆત કરવા માટે આ પ્રકારની મીટિંગ યોજી તમામ વેપારીઓ એક થયા હતા.


ચૂંટણી પહેલા થરાદનું રાજકારણ ગરમાયું, કોંગ્રેસના દિગ્ગજ નેતા માવજી પટેલ ભાજપમાં જોડાશે


જોકે સુરતને સિલ્ક સિટી તરીકે માનવામાં આવે છે અને સમગ્ર દેશમાં સુરતનું કાપડ પહોંચે છે, ત્યારે સરકારના RCEPના નિર્ણયથી હાલ કાપડ વેપારીઓ ભયના ઓછાયા હેઠળ મૂકાયા છે. કારણ કે હાલ પહેલેથી જ સમગ્ર ટેક્સટાઇલ વેપાર મંદીમાંનો માહોલ ચાલી રહ્યો છે. તેમાં પણ વિવિંગ્સથી લઈ પ્રોસેસિંગના ટેક્સટાઇલના વેપારમાં હાલ માત્ર 30 ટકા જેટલો જ ધંધો થઈ રહ્યો છે. ત્યારે જેમ તેમ કરી ટકી રહેલા આ વેપારમાં જો RCEPથી અન્ય દેશોનું અને ખાસ કરીને ચીનનું રેયોનના સીધા જ માલનું ડંપિંગ થઈ જશે તો આવા નાના વેપારને બંધ કરવાની નોબત ઉભી થઇ શકે તેમ છે. હાલ પણ દેશમાં જે પ્રકારે સીધી રીતે ચીનથી નહિ, પણ વિયેતનામ અને બાંગ્લાદેશથી આવી રહેલા યાર્નના કાપડના ડમ્પિંગથી વેપારીઓ ઝઝૂમી રહ્યાં છે. ત્યારે હવે સરકાર દ્વારા સીધા રસ્તા ખોલી દેવાતા હાલ વેપારીમાં ચિંતા ઉભી થઈ છે.


હવે પ્રાણીઓના પેટમાં ગયેલું મેટલ શોધી શકાશે, ગુજરાતમાં પહેલીવાર આણંદ યુનિવર્સિટીમાં આવ્યું ખાસ મશીન


જોકે RCEP અંતર્ગત અન્ય દેશોને વેપાર માટે આવકારના સમાચારથી જ સરકારના આ નિર્ણય સામે વેપારીઓમાં ચિંતા પ્રવર્તવાની શરૂઆત થઈ ચૂકી હતી. જેને લઈ ગત સોમવારે તો સુરતની ચેમ્બર ઓફ કોમર્સની એક ટીમે દિલ્હી ખાતે જઈ વિદેશમંત્રી પિયુષ ગોયેલને રજૂઆત પણ કરી છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે RCEPના નિર્ણયથી થતા સ્થાનિક વેપારને નુકશાન સામે વેપારીઓ સરકાર સમજાવવા સફળ થાય છે કે નહિ.


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :