તેજશ મોદી/ સુરત: હીરા નગરી તરીકે જાણીતા સુરતમાં વેલ્યુ એડિશનનું કામ ખુબ જ મોટા પ્રમાણમાં થાય છે. અનેક એવા લોકો છે જે સોના, ચાંદી અને હીરાની મદદથી મોંધી જ્વેલરી બનાવે છે, હાલમાં જ ખુદ દીપિકા પાદુકોણેએ પોતાના લગ્નમાં જે જ્વેલરી બની હતી, તેમાંની કેટલીક સુરતમાં બની બની હતી. ત્યારે હવે સુરતના એક જ્વેલર્સે ગોલ્ડ અને રિયલ ડાયમંડમાંથી ફૂટબોલ બનાવ્યો છે. આ ફૂટબોલ 50 લાખ રૂપિયામાં તૈયાર થયો છે. જેને હોંગકોંગમાં યોજાયેલા જ્વેલરી એક્ઝિબિશનમાં ડિસપ્લે કરવામાં આવ્યો છે. સુરતમાં હીરાનો વ્યવસાય હોવાથી ભારત બહારના જ્વેલર્સ સુરતના જ્વેલર્સ પાસે દાગીના સહિતની વસ્તુઓ બનાવવાનો ઓર્ડર આપે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હોંગકોંગમાં યોજાયેલા જ્વેલરી એક્ઝિબિશનમાં જે ફૂટબોલ ડિસપ્લે કરવામાં આવ્યો છે, એક કિલોનું વજન ધરાવતા ફૂટબોલમાં 982 ગ્રામ ગોલ્ડ, 1389 કેરેટ ડાયમંડનો ઉપયોગ કરાયો હતો. જે ડાયમંડનો ઉપયોગ કરાયો છે તેમાં 1285 નંગ વ્હાઈટ ડાયમંડ અને 380 નંગ બ્લેક ડાયમંડમાંથી તૈયાર કરવામાં આવ્યો હતો. આ ફૂટબોલનો 22 સેન્ટીમીટર વ્યાસ છે. એટલે કે ઓરિજિનલ ફૂટબોલ જેવો જ તે દેખાય છે. ફૂટબોલને સ્પેશિયલ ડિઝાઈન કરવામાં આવ્યો હતો. આ ફૂટબોલ સુરતમાં જ 7 કારગીરો દ્વારા 40 દિવસમાં આ ફૂટબોલ તૈયાર કરવામાં આવ્યો હતો.


દેશની પ્રથમ મહાનગરપાલિકા જે રુફટોપ સોલારથી કરે છે જળ વિતરણ અને ટ્રીટમેન્ટ


ફૂટબોલ બનાવનાર જ્વેલર્સ સાથે ઝી 24 કલાકે ટેલીફોનીક વાતચીત કરી હતી, જોકે તેમને પોતાના નામનો ઉલ્લેખ નહીં કરવા વિનંતી કરતા જણાવ્યું હતું કે, હોંગકોંગમાં યોજાયેલા જ્વેલરી એક્ઝિબિશન માટે કેટલીક જ્વેલરી બનાવવાનું કામ સુરત સહિત દેશના કેટલાક જ્વેલર્સેને આપવામાં આવ્યું હતું, જેમાં અમને ફૂટબોલ બનાવવા માટેનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. આ ફૂટબોલમાં ગોલ્ડ, અને રિયલ ડાયમંડનો ઉપયોગ કરવાનું જણાવ્યું હતું. જેથી તેને અનુરૂપ જ ફૂટબોલ તૈયાર કરવામાં આવ્યો છે. આ એક્ઝિબિશન 26થી 4 માર્ચ સુધી હોંગકોંગ કન્વેન્શન સેન્ટરમાં જ્વેલરી એક્ઝિબિશન યોજાયું હતું.


એસટી અને શિક્ષણના કર્મચારીઓ માટે નિતીન પટેલે કરી મહત્વની જાહેરાત, ગ્રેડ પેમાં વધારો

મહત્વનું છે કે બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણના લગ્ન માટે સોના અને ડાયમંડના સેટ સુરતના જ્વેલર્સ દ્વારા ડિઝાઈન અને મેન્યુફેક્ચરિંગ કરવામાં આવ્યું હતું. તો સોના અને ડાયમંડમાંથી મોબાઈલ ફોન. કમલનું ફૂલ, ઉપરાંત સોનામાંથી બનેલા શૂઝે સુરતના જવેલર્સ દ્વારા બનાવવામાં આવ્યા હતા. આમ હવે હીરા અને સોનામાં વેલ્યુએડિશન મામલે સુરત પહેલી પંસદ બની રહ્યું છે.