ચેતન પટેલ/સુરત : સુરતમા હીરા ઉધોગની સ્થિતિ ધીરે ધીરે કંથળી રહી હોય તેવુ લાગી રહ્યુ છે. ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે એક હજાર કરોડનો વેપાર ઓછો જોવા મળ્યો છે. અન્ય દેશોમા રફ ડાયમંડની આયાતમા ઘટાડાની સાથે પોલિશ્ડ ડાયમંડની નિકાસમા પણ ઘટાડો જોવા મળ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતના હીરાની ચમક સમગ્ર દેશ સહિત દુનિયામા જાણીતી છે. જોકે છેલ્લા બે વર્ષમાં જે રીતે એક પછી એક ઉઠામણાં સામે આવી રહ્યા છે તેને કારણે હીરા બજારની સ્થિતિ અંત્યત નાજુક બની છે. ડાયમંડ ટ્રેંડ પણ ગત વર્ષની સરખામણીમા બદલાયો હોય તેવુ લાગી રહ્યુ છે. પાછલા વર્ષની સરખામણીમા ચાલુ વર્ષે આયાતમાં ઘટાડો નોંધાયો છે, તો બીજી તરફ પોલિશ્ડ ડાયમંડના નિકાસમા ઘટાડો જોવા મળ્યો છે. જો કે આયાત ઘટવાના કારણે હીરા બજારને અંદાજિત એક હજાર કરોડનું નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે. આ પાછળ હીરા હજાર મુખ્યત્વે ત્રણ કારણોને જવાબદાર માની રહ્યા છે. જેમા ઇન્ટરનેશનલ માર્કેટમાં અમેરિકા દ્વારા ટ્રેડ વોર શરુ કરવામા આવ્યો છે, તેને કારણે  ડોલર સામે રુપિયામા 20 ટકાનો ઘટાડો નોંઘાતા પોલિશ્ડ ડાયમંડની માંગમા ઘટાડો નોંધાયો છે. બીજું કારણ, જે રીતે એક પછી એક હીરાબજારમા કરોડો રુપિયાના ઉઠામણા છેલ્લા બે વર્ષમા થયા છે તેને કારણે હીરાબજારમા વિશ્વાસનો પાયો ડગમગી ગયો છે. બેંક દ્વારા આપવામા આવતી લોન પર કાપ મૂકવામા આવ્યો છે. તો સાથોસાથ જે વેપારીઓએ બેંક પાસેથી લોન લીધી હતી, તેમની પાસે બેંક દ્વારા તાત્કાલિક ધોરણે 20 ટકા લોન વસૂલી કાઢી છે. જેને કારણે હીરાના કારખાનેદારો દ્વારા લિમિટેડ સ્ટોક રાખવા મજબૂર બન્યા છે. ત્રીજું કારણ એ છે કે, ડોમેસ્ટિક માર્કેટમાં 5 ટકા લેબર જીએસટી વસૂલવામા આવે છે. જેથી મોટાભાગના કારખાનેદાર દ્વારા દિવાળી પછી કામ ઓછું કરવા લાગ્યા હતા. 800થી એક હજાર કરોડનું વર્કિગ કેપિટલ લોક થઇ જવા પામ્યું છે.


[[{"fid":"202110","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"SuratDimonds2.JPG","field_file_image_title_text[und][0][value]":"SuratDimonds2.JPG"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"SuratDimonds2.JPG","field_file_image_title_text[und][0][value]":"SuratDimonds2.JPG"}},"link_text":false,"attributes":{"alt":"SuratDimonds2.JPG","title":"SuratDimonds2.JPG","class":"media-element file-default","data-delta":"1"}}]]


આઇટમ                                 એકસપોર્ટ ( એપ્રિલ 17 થી માર્ચ 18)                ઇમ્પોર્ટ(એપ્રિલ 17 થી માર્ચ 18)                   ડિફરન્ટ


કટ પોલીશ્ડ ડાયમંડ                     152961.38 કરોડ                                             14407.64 કરોડ                             138553.74 કરોડ     
રફ ડાયમંડ                                   9200.21 કરોડ                                                121744.54 કરોડ                          -112544.33 કરોડ
નેટ                                             211180 કરોડ                                                 204249.49 કરોડ                            6930.51 કરોડ



વર્ષ 17-18ની વાત કરીએ તો એક લાખ કરોડ ઇમ્પોર્ટ બિઝનેસ થયો હતો અને 1.56 લાખ કરોડનું એક્સપોર્ટ થયું હતું. જો કે ચાલુ વર્ષે એક્સપોર્ટમા સીધો એક હજાર કરોડનો ઘટાડો એટલે કે 1.46 લાખ કરોડનુ એક્સપોર્ટ શકય બન્યુ છે. ડાયમંડ બજાર દેશમા સૌથી મોટી રોજગારી આપે છે. આ ઉપરાંત દેશના જીડીપીમાં સાડા સાત ટકા અને ફોરેન એક્સચેન્જમા 16 ટકા નફો રળી આપતુ સેન્ટર છે તેવું જીજેઈપીસીના રિજનલ ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું. 


હાલ તો હીરા વેપારીઓ એક જ આશ લઇને બેઠા છે કે, કેન્દ્ર સરકાર દ્વારા લેબર વર્ક પર 5 ટકા જીએસટીમા રાહત આપવામા આવે તથા બેંક દ્વારા લોન આપવાને લઇને કડકાઇ કરવામા આવી રહી છે, તેમા રાહત આપવામા આવે. જેથી રફ ડાયમંડના એક્સપોર્ટમા વધારો થઇ શકે.