ચેતન પટેલ/સુરત :ડાયમંડ ઉદ્યોગ (Dimond Industry) પણ છેલ્લા કેટલાક સમયથી મંદી (Recession)માં સપડાયેલો છે. ત્યારે વેપારીઓ સરકાર પાસેથી આશા માંડીને બેસ્યા છે. ડાયમંડ ઉદ્યોગ 1 ફેબ્રુઆરીના રોજ રજૂ થનારા કેન્દ્રીય બજેટ (Budget 2020) માં તેમના ઉદ્યોગમાં મોટી જાહેરાત થાય અને વ્યાપાર સરળ થાય તેવી આશાઓ સેવી રહ્યા છે. સુરત (Surat)માં 4 હજારથી વધુ નાના મોટા કારખાનાઓ છે. જેમાં 5 લાખથી વધુ લોકો કામ કરે છે. વેલ્યુએડિશન માટે લુઝ ડાયમંડના વેપારીઓ જ્વેલરી બનાવે તેવા પ્રોત્સાહન માટે સરકાર વિશેષ યોજના લાવે, હીરા ઉદ્યોગ માટેના આધુનિક મશીનરી માટે સબસીડી આપવામાં આવે, રત્ન કલાકારો માટે સરકાર દ્વારા આવાસ આપવામાં આવે, જોબવર્ક ઘટાડવા, એક્સપોર્ટ વધારવા સહિતની અપેક્ષા બજેટને લઈને કરી રહ્યાં છે. ત્યારે સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા સરકારને કેટલીક માંગો મોકલવામાં આવી છે.


વેવાઈ-વેવાણનુ ઈલુઈલુ લાંબુ ન ટક્યું, માત્ર 70 હજાર રૂપિયા લઈને ઘરથી ભાગ્યા હતા


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતના ડાયમંડ વેપારીઓએ કઈ માંગણીઓ સરકારને મોકલી છે, જોઈએ...


  • પ્રિજ્યુમટરી ટેક્સની છેલ્લા 5 વર્ષથી માંગણી કરવામાં આવે છે તે પૂર્ણ કરવી 

  • વિદેશની કંપની ભારતમાં જોબ વર્ક કરવા માંગે તેના માટે અલગ કાયદો બનાવો જોઈએ, જેનાથી ઉદ્યોગને નવી દિશા મળે 

  • વિદેશથી આવતા માલ માટે ટનઓવર ટેક્સ હોવો જોઈએ, જેથી હીરા ઉદ્યોગને વેગ મળે, ગોલ્ડ પર જે 10 ટકા ડ્યુટી છે તે ઘટાડી 6 ટકા કરવી જોઈએ 

  • નાના કારખાના માટે બેન્કિંગ અને ફાઇનાન્સ માટે સરળ પોલિસી બનાવી જોઈએ 

  • સુરતને ઇન્ટરનેશનલ એરપોર્ટ આપવું જોઈએ, જેથી વિદેશમાં વેપારી સરળતાથી થઇ શકે 

  • RND એક પણ લેબ નથી તે આપવી જોઈએ, જેથી હીરા ઉદ્યોગમાં નવા સંશોધન થઇ શકે 

  • ગ્રામીણ વિસ્તારમાં સરકારે હીરા ઉદ્યોગ સ્થાપવા જોઈએ, જેથી રોજગારી મળી શકે અને યુવાનો પોતાના વતનમાં રહીને ઉદ્યોગને વધુ વેગ આપી શકે

  • રત્નકલાકારો માટે આવાસ બનાવવામાં આવે.

  • બેંક લૉન સિસ્ટમમાં સરળીકારણ થાય..


રત્ન કલાકાર સંઘના પ્રમુખ જયસુખ ગજેરાએ જણાવ્યું કે, અમે કેટલીક માંગો સરકારને મોકલી છે, તેથી અમે આશા રાખીએ છીએ કે સરકાર અમારી માંગોને ધ્યાનમાં રાખે. જેથી મંદ પડેલા ડાયમંડ ઉદ્યોગને વેગ મળશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક