ચેતન પટેલ/સુરત :સુરતની પીપલોદ વિસ્તારમા આવેલી ભારતીમૈયા કોલેજની હોસ્ટેલમા ફિઝિયોથેરાપીની વિદ્યાર્થીની આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. જો કે વિદ્યાર્થીનીએ કયા કારણોસર આપઘાત કર્યો હતો તે અંગે હજી સુધી જાણી શકાયુ નથી.


આક્રમક થઈને બોલ્યા રૂપાણી, ‘MPના CM-મંત્રીને ચેતવણી આપું છું, નર્મદા પાણી પ્રશ્ને રાજકારણ ન કરે’


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતના કામરેજ તાલુકામા રહેતા નરેશ કલેઠા રત્નકલાકાર તરીકે કામ કરી પોતાના પરિવારજનોનુ ગુજરાન ચલાવે છે. તેમને સંતાનમા ત્રણ દિકરીઓ છે. જે પૈકી ડીમ્પલ નામની દીકરી સુરતના પીપલોદ સ્થિત ભારતીમૈયા કોલેજમા ઓપટોમેટ્રી એન્ડ ફિઝિયોથેરાપીમા પાચમા સેમેસ્ટરમા અભ્યાસ કરતી હતી. સોમવારે જ નરેશભાઇ ડિમ્પલને હોસ્ટેલમા મુકવા ગયા હતા. બાદમા શુક્રવારે હોસ્ટેલમા રુમ પાર્ટનરને પોતાને સારુ ન હોય કહી તે કોલેજ ગઇ ન હતી. બાદમા તેમની રૂમ પાર્ટનર પરત ફરતા રૂમનો દરવાજો બંધ હતો. જે ખખડાવતા ડિમ્પલે દરવાજો ખોલ્યો ન હતો. આખરે તેણીની મિત્ર રૂમની બારી તોડી અંદર પ્રવેશી હતી. તેણે જોયું કે, ડિમ્પલ ફાંસો ખાધેલી હાલતમા હતી. આ જોતા જ અન્ય સાથીદારોમા પણ ડરનો માહોલ છવાઈ ગયો હતો. 


આનંદીબેન પટેલને યુપીના રાજ્યપાલ બનાવાયા, તો લાલજી ટંડનને મધ્યપ્રદેશના...  


બનાવ અંગે જાણ થતા જ ઉમરા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી. જો કે ડિમ્પલે કયા કારણોસર આપઘાત કર્યો હતો તે અંગે પોલીસ જાણી શકી નથી. પીએમ માટે યુવતીના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :