તેજશ મોદી/સુરત :એક તરફ સરકાર ભ્રષ્ટાચારને જડમૂળમાંથી ઉખેડી ફેંકવાની વાતો કરે છે, પરતું બીજી તરફ ખુદ સરકારના જ બાબુઓ લાંચિયા બની લોકો પાસેથી રૂપિયા પડાવી રહ્યા છે. ત્યારે ગુજરાત રાજ્ય પુરવઠા નિગમ લિમિટેડના નાયબ જિલ્લા મેનેજર અને ગોડાઉન મેનેજર 20 હજારની લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરોના રંગેહાથે ઝડપાયા હતાં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નર્મદા ડેમના 26 દરવાજા ખોલાયા, મુખ્યમંત્રીએ શાસ્ત્રોક્ત વિધીથી નર્મદા જળના વધામણા કર્યાં


પ્રાપ્ત વિગતો અનુસાર, એન્ટી કરપ્શન બ્યૂરોમાં ફરિયાદ કરનાર ફરિયાદીના સરકારી અનાજનો ટ્રાન્સપોર્ટ અને લેબરનો કોન્ટ્રાક્ટ ચલાવે છે. તેમના બીલના નાણાં મંજૂર કરવાની સત્તા અશોકકુમાર એસ.સૂચક પાસે છે, જેઓ નાયબ જિલ્લા મેનેજર છે. પોતાના બિલ મંજૂર કરવા માટે તેમણે બિલ અશોક સૂચક પાસે મોકલવામાં આવ્યા હતા. જોકે અશોક સૂચકે બિલ પાસ કરવાના બદલામાં ટુકડે ટુકડે 85 હજાર લાંચ પેટે લીધા હતાં. આ તમામ રૂપિયા અશોક કુમારે મદદનીશ ગોડાઉન મેનેજરવર્ગ-3 રસિકભાઈ મફતલાલ પટેલ મારફતે લીધા હતાં.


નર્મદા ડેમના દરવાજા ખોલ્યા બાદ અસર દેખાઈ, કરનાળી ગામમાં પાણી ઘૂસ્યું, મલ્હારરાવ ઘાટ ડૂબ્યો


બંન્ને આરોપીઓએ 85 હજાર ટુકડે ટુકડે લીધા બાદ વધુ 20 હજારની માંગણી કરી હતી. અશોક કુમારે આ વધારાના 20 હજાર રસિકભાઈને આપી દેવા માટે કહ્યું હતું. પરંતુ ફરિયાદી લાંચની આ રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબીએ છટકુ ગોઠવીને લાંચના રૂપિયા ઓફિસમાં જ લેતા બન્ને આરોપીઓને રંગેહાથ ઝડપી લઈને વધુ કાર્યવાહી હાથ ધરી છે. બંને આરોપીઓની ધરપકડ કરી આવતીકાલે કોર્ટમાં રજુ કરવામાં આવશે.


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :