ચેતન પટેલ/સુરત: ગ્રીષ્મા હત્યા કેસમાં દરરોજ નવા નવા ખુલાસો આવી રહ્યા છે. ગ્રીષ્માનું ગળું કાપનાર આરોપી ફેનિલને લઈને મોટો ખુલાસો થયા પછી ગ્રીષ્માનો એક વીડિયો સામે આવ્યો છે. સુરતની ગ્રીષ્મા હત્યા કેસમાં હત્યાના થોડાક કલાકો પહેલાના ગ્રીષ્માનો એક વીડિયો સામે આવ્યો છે. હત્યાના દિવસે ગ્રીષ્માએ કોલેજમાં બહેનપણીઓ સાથે કોલેજમાં અભ્યાસ કર્યો હતો. ઘટના બની તે દિવસે ગ્રીષ્મા ખુબ જ ખુશ દેખાતી હતી, પરંતુ ગ્રીષ્માએ વિચાર્યું પણ નહોતું કે એ તેનો અંતિમ ક્લાસ હશે. 


સુરત ગ્રીષ્માની કરપીણ હત્યા કેસે આખા દેશને હચમચાવી મુક્યો હતો. હત્યારા ફેનીલ ગોયાણી સામે લોકોનો રોષ હજી પણ શાંત પડ્યો નથી. સોશિયલ મિડીયા ઉપર ગ્રીષ્માને લઇ ઘણા કેમ્પેઇનિંગ ચાલી રહ્યા છે ત્યારે ગ્રીષ્માની હત્યા થઇ તે પુર્વે તેણી કોલેજમાં હાજરી પુરાવી રહી હતી તેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ગ્રીષ્માનો આ અંતિમ વીડિયો એ બતાવી રહી છે કે ગ્રીષ્મા કેટલી શિસ્તમાં રહીને અભ્યાસ સાથે જોડાયેલી હતી. તસવીરમાં ગ્રીષ્મા ક્લાસરૂમના સીસીટીવી ફુટેજમાં હાથ ઉંચો કરી હાજરી પુરાવતી નજરે પડે છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube