ઝી બ્યુરો/સુરત: પરિવાર સાથે આશ્રમેં ગયેલી યુવતીને ઇન્સ્ટાગ્રામ મારફતે પોતાના પ્રેમજાળમાં ફસાવી સુરતના ભુવાએ અવારનવાર દુષ્કર્મ આચરી શારીરિક શોષણ કરતા ઢોંગી ભુવાની કતારગામ પોલીસે ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. ઇન્સ્ટાગ્રામ પર યુવતીનો સંપર્ક કર્યા બાદ મોબાઈલ નંબર મેળવી ભુવાએ પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ કતારગામ સ્થિત પોતાની ઓફિસે બોલાવી ઘેનયુક્ત પ્રસાદી અને મંત્રેલું પાણી પીવડાવી બે વખત દુષ્ક આચર્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એટલું જ નહીં પરંતુ લગ્ન બાદ પતિ સાથે શારીરિક સંબંધ બાંધશે તો મામાદેવ કોપાયમાન થશે અને તારા પિતાનું મૃત્યુ થઈ જશે તેવી ધમકી આપી આપી હતી. જ્યાં લગ્ન બાદ પોતાના પતિ સાથે શારીરિક સંબંધ ન રાખતા સાસરિયા પક્ષ દ્વારા પણ યુવતીને પિયરે મોકલી આપતા ઘર પણ ભંગાવી નાંખવામાં આવ્યું હતું. જે સમગ્ર હકિકત યુવતીએ પરિવારને કરતા મામલો સામે આવ્યો હતો. સુરતમાં મામાદેવના નામે લોકોને સારા કરી આપવાનો ઢોંગ કરતા ભુવાની કરતૂતનો ભાંડો ફૂટી ગયો છે.કતારગામ પોલીસે દુષ્કર્મ કેસમાં ભુવાની ધરપકડ કરી છે. 


કતારગામ પોલીસના જણાવ્યા અનુસાર, કતારગામ પોલીસ મથક હદ વિસ્તારમાં રહેતા પરિવારની યુવતી ઉત્રાણ ખાતે આવેલ સુમન મંદિર આવાસમાં રહેતા અને ભુવા તરીકેની ઓળખ ધરાવતા કીર્તિ માંડવિયાના સંપર્કમાં આવી હતી. યુવતી દોઢ માસ પહેલા પોતાના પરિવાર જોડે હોવાના ગાંધારી આશ્રમ ખાતે ગઈ હતી. જે આશ્રમમાં કુંવારી દીકરીઓને તિલક કરવાના બહાને ભુવાએ પોતાની પાસે બોલાવી હતી. જેમાં આ યુવતી પણ પોતાના મસ્તકે તિલક કરાવવા માટે ગઈ હતી. જ્યાં યુવતીનો ભુવા સાથે પરિચય થયો હતો. ત્યારબાદ ભુવા કીર્તિ માંડવીયાએ યુવતીના instagram ઉપર મેસેજ કરતા બંને વચ્ચે મોબાઈલ નંબરોની આપ લે થઈ હતી. જે બાદ બંને વચ્ચે ટેલિફોનિક વાતચીત શરૂ થઈ હતી. ભુવાએ યુવતીને પોતાના પ્રેમ જાળમાં ફસાવી હતી. જેથી બંને વચ્ચે અવારનવાર ટેલીફોનિક વાતચીત ચાલી આવી હતી. 


દરમિયાન ભુવા કીર્તિ માંડવીયા દ્વારા કતારગામ સ્થિત પોતાની ગુજરાત મંચની ઓફિસે યુવતીને બોલાવી હતી. બપોરના સમયે યુવતીને પોતાની ઓફિસે બોલાવી પ્રસાદના બહાને ઘેનયુક્ત પેંડો ખવડાવી બેભાન કરી દીધી હતી. જેનો લાભ લઈ યુવતી પર ભુવા દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. નરાધમ ભુવાની હવસ ન સંતોષાતા ફરી યુવતીને પોતાની ઓફિસે બોલાવી મંત્રેલું પાણી પીવડાવ્યું હતું. જે પાણી પીધા બાદ યુવતી એકાએક બેભાન થઈ ગઈ હતી. ત્યારબાદ ફરી આ નરાધમ ભુવા દ્વારા યુવતી પર બળાત્કાર ગુજારાયો હતો. નરાધમ ભુવાની વાસનાનો શિકાર બનેલી યુવતીએ છતાં મૌન સેવી રાખ્યું હતું. જ્યાં યુવતીની મજબૂરીનો લાભ ઉઠાવી તાણી જોડે ભુવાએ દુષ્કર્મ આચાર્ય શારીરિક શોષણ કર્યું હતું. 


પરિવારજનો દ્વારા યુવતીની બાદમાં અન્ય યુવક જોડે સગાઈ કરવામાં આવી હતી. જેની જાણ ભુવા કીર્તિ માંડવીયા ને થતા ધાક-ધમકીઓ આપવામાં આવી હતી.જ્યાં સગાઈ તોડી નાખવા માટે પણ યુવતીને કીર્તિ માંડવીયા દબાણ કરતો હતો.આ વચ્ચે યુવતીએ અન્ય યુવક જોડે લગ્ન કરી લીધા હતા.જ્યાં લગ્ન બાદ પણ ભુવાએ યુવતીને હેરાન-પરેશાન કરવાનું ચાલું રાખ્યું હતું. 


ભુવાએ ફરી ધમકી આપતા જણાવ્યું હતું કે, જો તું તારા પતિ જોડે શારીરિક સંબંધ રાખશે તો તારા પિતાનું અવસાન થઈ જશે.જેથી ઘભરાયેલી યુવતી પોતાના પતિ જોડે શારીરિક સંબંધ ન રાખતા સાસરિયા પક્ષ દ્વારા તેણીને પિયરે મોકલી આપી હતી.જ્યાં નરાધમ અને ઢોંગી ભુવાએ યુવતીનો પારિવારિક સંસાર પણ તોડાવી નાંખ્યો હતો. જ્યાં અંતે સમગ્ર હકીકત યુવતીએ પોતાના માતા પિતાને કરતા મામલો સામે આવ્યો હતો.


યુવતીએ જણાવેલી સમગ્ર હકીકત બાદ પરિવારે કતારગામ પોલીસનો સંપર્ક કર્યો હતો. જે બાદ પોલીસે યુવતીની ફરિયાદના આધારે હવસખોર અને ઢોંગી ભુવા સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં આ સમગ્ર બાબત સામે આવતા પોલીસે ભુવા કીર્તિ માંડવીયાની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.


મહત્વનું છે કે કીર્તિ માંડવીયાના અનેક વિડીયો પણ સોશિયલ મીડિયા રહેલા છે. જેમાં પોતે મામાદેવનો મોટો ભક્ત છે અને લોકોના દુઃખ દર્દ દૂર કરતો હોવાના દાવા કરે છે. પરંતુ જોતી જોડે આચરવામાં આવેલ દુષ્કર્મ બાદ ઢોંગી ભુવાની તમામ કરતુતોનો ભાંડો ફૂટી ગયો છે.જ્યાં હાલ નરાધમ ની ધરપકડ કરી વધુ તપાસ કતારગામ પોલીસે હાથ ધરી છે.