ચેતન પટેલ/સુરત: નવી સિવિલ હોસ્પિટલમાં સુગર, હાઇપરટેન્શન, શ્વાસ સહિતની 50 દવા ન મળતા રોજ 1000 દર્દી બહારથી ખરીદવા મજબૂર છે. સરકારી હોસ્પિટલ સિવિલમાં મફતમાં મળતી દવાઓ 10થી 200 રૂપિયામાં ખરીદવી પડે છે. સરકારના વેરહાઉસમાંથી જ સપ્લાય થતો નથી. જેથી સ્થાનિક સ્તરે દવા ખરીદવી પડે છે. તેમ નવી સિવિલ હોસ્પિટલ તંત્ર જણાવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Chandrayaan-3 LIVE Updates: સાંજે 6.04 વાગે ચંદ્રમા પર વિક્રમ કરશે સોફ્ટ લેન્ડિંગ, કાઉન્ટ ડાઉન શરૂ


સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને રોજ જુદી જુદી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ઘણી વખત તબીબોની બેદરકારી જોવા મળે છે તો ક્યારેક દવા મળતી નથી. હાલમાં ડાયાબિટીસ, શ્વાસના રોગો, એલર્જી, એન્ટિબાયોટિક્સ, અલ્સર, કેલ્શિયમ, વિટામિન અને હાઇપરટેન્શન જેવા રોગોની 50થી વધુ આવશ્યક દવા ખુટી પડી છે.


6 વર્ષના આર્યન ભગતને સાંભળી ભલભલા કરે છે નમન,ચંદ્રયાન-3ની સફળતા માટે કર્યો મારુતિ..


આ ઉપરાંત અન્ય બીમારીઓની 50 દવા પણ નથી. આ સ્થિતિમાં દર્દીઓ દવા બહારથી ખરીદી રહ્યા છે. જે દવા પૂરી થઈ ગઈ છે તેવા રોગોના 1500થી વધુ દર્દી સિવિલમાં આવે છે. પરંતુ અધૂરી દવા જ મળે છે. અહીં રોજના 4000 દર્દી સારવાર માટે આવે છે. હોસ્પિટલમાં ખુટી પડેલી આ દવાઓ દર્દીઓને વિનામૂલ્યે મળે છે. જે હાલમાં બહારથી ખરીદવા ગરીબ દર્દીઓ મજબૂર બની રહ્યા છે. આ દવાઓ બજારમાં 10થી 200 રૂપિયામાં મળે છે. 


વિધર્મીએ નામ બદલીને યુવતીને બરાબરની પીંખી! ભાંડો ફૂટતા અશ્લીલ ફોટા વાયરલ કરવાની ધમકી
 
બીજી તરફ હોસ્પિટલ મેનેજમેન્ટનું કહેવું છે કે વેરહાઉસમાંથી જ દવાઓ સપ્લાય કરવામાં આવી રહી નથી. સ્થાનિક કક્ષાએ દવાની ખરીદી કરીને કામગીરી કરવામાં આવી રહી છે. જોકે નવી સિવિલ હોપિટલ તંત્ર દ્વારા જણાવાયું છે કે 56 આવશ્યક દવા પૂરી પાડવા ગાંધીનગર યાદી મોકલાવી છે. 


મેક્સિકોમાં ધાણીફૂટ ગોળીબાર વચ્ચે લૂંટમાં અમદાવાદના કેતન શાહનું મોત, પિતા ઈજાગ્રસ્ત


હોસ્પિટલે ગાંધીનગર પત્ર લખીને 56 દવા પૂરી પાડવા માંગ કરી છે. કેલ્શિયમ-ડાયાબિટીસની દવા માટે સ્થાનિક ઓર્ડર અપાયો છે. શ્વાસની દવા પણ સપ્તાહ સુધી મંગાવાશે. 


વર્ષમાં 2 વખત થશે બોર્ડની પરીક્ષા, ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓએ 2 ભાષા ભણવાની રહેશે