ચેતન પટેલ/સુરત :એક તરફ વડોદરાના માથે પૂરનું સંકટ તોળાઈ રહ્યું છે, તો સુરતમાં આભ ફાટવા જેવી સ્થિતિ પેદા થઈ છે. ભારે વરસાદને પગલે આખુ સુરત (surat rain) પાણી પાણી થઈ ગયું છે. જ્યાં જુઓ ત્યાં પાણી પાણી જેવો માહોલ સુરતમાં જોવા મળી રહ્યો છે. ખાડીઓમાં પાણી ભરાઈ જવાથી નજીકના રહેણાંક વિસ્તારો પાણીમાં તરબોળ બન્યા છે. વરસાદી પાણી (heavy rain) ને પગલે સુરતનું પર્વતગામ બેટમાં ફેરવાયું છે. કોયલી ખાડી ઓવરફલો થવાને કારણે આ વિસ્તારમાં પાણી ભરાયા છે. આખા ગામમાં નજર કરો ત્યાં પાંચ ફૂટ જેટલા પાણી ભરાયેલા દેખાઈ રહ્યાં છે. ગઈકાલે સુરતના પર્વતગામ અને ઘોદ્રામાંથી 800થી વધુ લોકોનું રેસ્ક્યુ કરાયું હતું.  


વડોદરાની વિશ્વામિત્રી ભયજનક સપાટીથી માત્ર 4 ફૂટ જ દૂર, લોકોના શ્વાસ અદ્ધર થયા 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લિંબાયતની ખાડી ઓવરફ્લો
સુરતમાં ઓલપાડના કઠોદરા ગામે મુખ્ય રસ્તા પર પાણી ભરાયા છે. કીમથી કઠોદરા જતા માર્ગ પર પણ ઘૂંટણસમા પાણી ભરાયેલા જોવા મળી રહ્યાં છે. જેથી એનડીઆરએફની ટીમ દ્વારા કઠોદરા તરફ જતા રસ્તાની મુલાકાત લેવાઈ હતી. વહીવટી તંત્ર અને એનડીઆરએફની ટીમ કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ છે. સુરતમાં લિંબાયતની મીઠી ખાડી ઓવરફ્લો થતા પાણી ભરાયા છે. મીઠી ખાડી વિસ્તાર બેટમાં ફેરવાયું છે. સમગ્ર વિસ્તારમાં કમર સુધીના પાણી ભરાયા છે. જેને કારણે લોકોને ભારે હાલાકી પડી રહી છે. ગઈ કાલે આ વિસ્તારમાંથી 234 લોકોને રેસ્ક્યૂ કરાયા હતા. લિંબાયત ગરનાળામાં પણ કેડ સમા પાણી ભરાયા છે. ગરીબ લોકો જીવના જોખમે ગરનાળામાંથી પસાર થવા મજબૂર બન્યા છે. તો વાહનવ્યવહાર માટે ગરનાળું બંધ કરાયું છે. 


સ્વતંત્રતા દિવસ : ગાંધીનગરની પરેડમાં પીએસઆઈ ઝાલા ચક્કર આવીને ઢળી પડ્યા


કીમ નદી બે કાંઠે વહેતી થઈ 
ઓલપાડ અને માંગરોળ તાલુકામાંથી પસાર થતી કીમ નદી પણ બે કાંઠે વહેતી થઈ છે. કારણે કીમ નદી કિનારે આવેલ ગામડાઓને એલર્ટ કરાયા છે. એનડીઆરએફની ટીમ પણ અહીં સ્ટેન્ડ બાયમાં મૂકાઈ ગઈ છે. કીમથી કોસંબા તરફ જવાના માર્ગ પર ઘૂંટણસમાં પાણી ભરાયા છે. કઠોદરા ગામના લોકો ઘરવખરીનો સામાન લેવા કીમ આવે છે. તેથી આ ગામના લોકોને કીમ સુધી પહોંચવુ અધરુ બની ગયું છે. કઠોદરા કિમામલી ગામ જવાનો માર્ગ પર પણ પાણી ફરી વળ્યાં છે. 


સુરત જિલ્લામાં મેઘમહેર યથાવત છે. જિલ્લામાં 24 કલાક દરમિયા નોંધાયેલ વરસાદ પર એક નજર કરીએ...


બારડોલી : 3.48 ઇંચ
ચોર્યાસી : 3.08 ઇંચ
કામરેજ : 6.96 ઇંચ
ઓલપાડ : 4 ઇંચ
પલસાણા : 2.6 ઇંચ
મહુવા : 3.12 ઇંચ
માંડવી : 4.32 ઇંચ
માંગરોળ : 8 ઇંચ
ઉમરપાડા : 5.88 ઇંચ
સુરત શહેર : 5.64 ઇંચ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube