સુરત: આજે સમગ્ર રાજ્યમાં ધોરણ-10 અને 12ના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી રહ્યાં હશે. ત્યારે સુરતના રાંદેર વિસ્તારની પ્રભાત તાર સ્કૂલના 54 જેટલા વિદ્યાર્થીઓને પરીક્ષા ન આપી શકતા તેમના ભવિષ્ય સાથે છેડછાડ થઇ રહી છે. જેને લઇ વિદ્યાર્થીઓ અને વાલીઓ ગઇકાલે ડીઇઓ કચેરી પહોંચી ગયા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે આજે 54 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા ન આપી શકતા રોષે ભરાયેલા વાલીઓ દ્વારા સ્કૂલમાં તોડફોળ કરવામાં આવી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: કાલુપુરના સ્વામી પરણિત મહિલાને લઇને ફરાર થતા પરિવારના સભ્યોનો હોબાળો


આજથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડ ધોરણ 10 અને 12ની પરીક્ષા શરૂ થઈ રહી છે. સુરતના રાંદેર વિસ્તારમાં આવેલી પ્રભાત તાર સ્કૂલની બોર્ડની માન્યતા રદ કરવામાં આવી હોવાથી 54 જેટલા વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાની હોલ ટિકિટ મળી નથી. જેના કારણે આ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી શકશે નહીં.


વધુમાં વાંચો: હોંગકોંગના જ્વેલરી એક્ઝિબિશનમાં સુરતનો બનેલો ડાયમંડ ફૂટબોલ થયો રજૂ


આ વિદ્યાર્થીઓને હોલ ટિકિટ ન મળતા તેઓ ગઇકાલે ડીઇઓ કચેરી પહોંચી ગયા હતા અને આ મામલે શિક્ષણાધિકારીને રજૂઆત પણ કરવામાં આવી હતી. પરંતુ વિદ્યાર્થીઓને કહેવામાં આવ્યું કે, સ્કૂલની માન્યતા બે વર્ષ પહેલા રદ કરી દેવામાં આવી હોવાથી આ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકેશે નહીં.


વધુમાં વાંચો: અમદાવાદ: ATM સાથે ચેડા કરી રૂપિયા કાઢીલેતો ગઠિયો ઝડપાયો


જોકે, વિદ્યાર્થીઓએ ગઇ કાલે ડીઈઓ કચેરીએ ધામા નાખી વિરોધ કર્યો હતો, અને તેમણે માંગણી કરી હતી કે, તેમને આતીકાલે શરૂ થઇ રહેલી પરીક્ષામાં બેસવા દેવામાં આવે. અને વિદ્યાર્થીઓ દ્વારા આખો દિવસ ડીઇઓ કચેરી બહાર બેસી રહ્યાં. પરંતુ સરકારે પણ હાઇકોર્ટના હુકમને જણાવી હાથ અદ્ધર કરી લીધા હતા.


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...