કોઈ લોન કરાવી આપવાની લાલચ આપે તો ચેતી જજો! ગુજરાતમાં સામે આવ્યો કિસ્સો, 66 લાખ પડીકું ફેરવ્યું!

ફરિયાદીને લોન ના હપ્તા ભરવા આવતા ત્યારે પોતાના નામ પર લોન થઈ હોવાની જાણ થઈ હતી. પોલીસે 3 આરોપીની ધરપકડ કરી છે. સલાબતપુરા પોલીસે ગુણો નોંધી મુખ્ય આરોપી રાજીવ ચૌબે ની શોધખોળ હાથ ધરી છે.
પ્રશાંત ઢીવરે/સુરત: સુરતમાં જરૂરિયાત મંદ લોકોને ઝડપથી લોન કરાવી આપવાની લાલચ આપી છેતરપિંડી કરનાર ટોળકીની સલાબતપૂરા પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓએ લોન આપવાના બહાને 66 લાખની છેતરપિંડી કરી હતી. આરોપીએ ફાઇનાન્સ કંપનીમાં લોન કરવાના બહાને ડોક્યુમેન્ટ મેળવી લીધા હતા. ફરિયાદીના ડોક્યુમેન્ટ પર ફાઇનાન્સ કંપનીમાં 66 લખાથી વધુની લોન કરાવી ફરિયાદીને પૈસા ન ચૂક્યા હતા. ફરિયાદીને લોન ના હપ્તા ભરવા આવતા ત્યારે પોતાના નામ પર લોન થઈ હોવાની જાણ થઈ હતી. પોલીસે 3 આરોપીની ધરપકડ કરી છે. સલાબતપુરા પોલીસે ગુણો નોંધી મુખ્ય આરોપી રાજીવ ચૌબે ની શોધખોળ હાથ ધરી છે.
સુરત રીંગ રોડ ખાતે આવેલ એમ્પાયર સ્ટેડ બિલ્ડીંગમાં રોયલ ફયનાન્સીયલ સર્વિસ, મની સોલ્યુશન, તથા ક્વીક લોન સર્વિસ - નામથી લોન એજન્સી ચલાવતા હતા. ફરીયાદીને સસ્તા દરે અને ઝડપથી લોન કરી આપવાની અને લોનના હપ્તા કંપની ભરશે તેવી લોભામણી લાલચ આપી હતી. ફરિયાદી પાસેથી આરોપીએ ડોક્યુમેન્ટ મેળવી લીધા હતા.તેમના તથા તેમની પત્નિના નામે અલગ અલગ ૧૩ ફાઇનાન્સ બેન્ક/અપ્લીકેશન મારફત કુલ્લે રૂપિયા ૧૦,૦૦,૦૧૯/- ની કન્ઝ્યુમર તથા પર્સનલ લોન કરાવી લીધી હતી. આરોપીએ પૈસા પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લીધા હતા.રૂપિયા ૧૦,૦૦,૦૧૯ માંથી આરોપીએ રૂપિયા ૨,૦૧,૧૦૫/- ની રકમના હપ્તા પોતે ભરી દીધા હતા.બાકીના રૂ.૭,૯૮,૯૧૪/- ના હપ્તા નહિ ભરી છેતરપીંડી કરી હતી.
પોલીસ પૂછપરછ માં સામે આવ્યું છે કે આ સિવાય અન્ય આશરે ૪૦ જેટલા લોકો જોડે અલગ અલગ કન્ઝ્યુમર તથા પર્સનલ લોન કરાવી લઈ પૈસા પોતાના જ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી કુલ ૬૬,૦૫,૦૮૮ રૂપિયાની ની છેતરપીંડી કરી છે. લોકોને પોતે છેતરાયા હોવાનું માલુમ પડતાં જ લોકો આરોપીના મોબાઇલ ફોન નંબર પર સતત સંપર્ક કરી રહ્યા હતા, પરંતુ મોબાઇલ ફોન બંધ આવતો હતો. જેથી લોકો તાત્કાલિક આરોપીના ઓફિસે પહોંચી ગયા હતા. પરંતુ ઓફિસે તાળા જોવા મળ્યા હતા. ફરિયાદીએ તાત્કાલિક સલાબતપૂરા પોલિસ મથકનો સંપર્ક સાધ્યો હતો. સલાબદપુરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
પકડાયેલ આરોપીઓના નામ
(૧) સંતોષસીંગ વાચસ્પતિસીંગ ઉ.વ.૪૪ રહે- એચ/૩, બિલ્ડીંગ નં-૨૫૦/એ રૂમ નં-૧૪, કોસાડ આવાસ અમરોલી સુરત શહેર મુળગામ-સતીમઇ સ્થાન, સિપાર જી-સિવાન (બિહાર),
(૨) ગોપાલ મીઠાઇલાલ ગુપ્તા ઉ.વ.૩૭ રહે- એચા૩ બિલ્ડીંગ, નં-૨૫૦/બી રૂમ નં-૦૫, કોસાડ આવાસ અમરોલી સુરત શહેર મુળગામ-સુગુલામગંજ જી.જોનપુર. (ઉત્તરપ્રદેશ)
(૩) અજય ગુણવંતભાઈ વાગડીયા રહે-ઘર.નં-૧૩૧, અભય નગર સોસાયટી, એલ.એચ.રોડ વરાછા સુરત શહેર મુળ રહે. ગામ-ખાખબાઇ, તાલુકો-રાજુલા જીલ્લો-અમરેલી
પોલીસ કસ્ટડીમાં પકડાયેલ આરોપીઓ પૈકી સંતોષસીંગ તથા,ગોપાલ ગુપ્તાએ મુખ્ય આરોપી રાજીવ ચૌબેના કહેવાથી કસ્ટમરોને લોન માટે સમજાવી ઓફિસે લઇ આવતા હતા.અને તેઓને રાજીવ ચૌબે સાથે મળાવી ત્યારબાદ તેઓની લોન માટેની પ્રોસેસ કરાવતા હતા.અને તેમના નામે મોબાઇલ ટી.વી. તથા એ.સી. જેવી પ્રોડક્ટની કન્ઝ્યુમર લોન કરવાની છે. તેમ જણાવતાં હતાં.આરોપી અજય વાગડીયાની યોગી ચોક વરાછા ખાતે આવેલ ફોન બુક નામની દુકાને ઓટો રીક્ષામાં બેસાડી લઇ જતા હતા.
જ્યા આ ફોન બુક નામની દુકાને કસ્ટમરની અલગ અલગ ફાઇનાન્સ કંપનીમાં કન્ઝ્યુમર લોન કરાવી તેમના હાથમાં મોબાઇલ ફોન આપી ફોટો પાડી લેતા હતા.ત્યાર બાદ મોબાઇલ ફોન પરત લઇ લેતા અને ગ્રાહકોને ઘરે મોકલી આપતા હતાં.ત્યાર બાદ આ મોબાઇલ ફોન બુક ની દુકાનેથી જ આરોપી રાજુભાઇ ફોન અજય વાગડીયાને આપી દેતો હતો.અને આરોપી રાજુ મોબાઇલ ફોનના રોકડા રૂપીયા ઉભા કરી આરોપી સંતોષસીંગ,તથા (૨) ગોપાલ ગુપ્તા રાજીવ ચૌબેને મોકલી આપતો હતો.
આ મામલે સલાબતપૂરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય છે. ફરિયાદના આધારે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપીઓએ પેમ્પ્લેટ છપાવ્યા હતા. આ પેમ્પલેટ લોકો સુધી પહોંચાડતા હતા. લોકો પેમ્પલટની જાહેરાત વાંચી આ ઠગ ટોળકીનો સંપર્ક કરતા હતા. ભાગ ટોળકી લોકોને વિશ્વાસમાં લઈ લોકોના જ ડોક્યુમેન્ટ પર લોન કરાવી લેતા હતા. અને પૈસા લોકોને આપવાના બદલે પોતાના જ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લેતા હતાં.આરોપીઓએ લોન આપવાના બહાને 66 લાખની છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું છે.
મુખ્ય આરોપી રાજીવ ચૌબે
મુખ્ય આરોપી રાજીવ વિરેન્દ્ર ચૌબે અગાઉ સને-૨૦૨૩ તથા સને-૨૦૨૪ ના વર્ષમાં ગુજરાત રાજ્યના વડોદરા, ભરૂચ વલસાડ સહિત અલગ અલગ જીલ્લા,શહેરમાં અલગ અલગ નામથી લોન એજન્સી ખોલી અર્થિકતંગી અને લોનની જરૂરીયાત અનુભવતા લોકોને લોભામણી લાલચો આપી તેઓના નામે મોબાઇલ ટી.વી. તથા એ.સી. જેવી પ્રોડક્ટની કન્ઝ્યુમર લોન તેમજ પર્સનલ લોન કરાવી હતી.લોનના હપ્તાની રકમ પોતે ભરશે તેવી લાલચ આપી હતી. ત્યાર બાદ પોતાની ઓફિસ બંધ કરી છેતરપીંડીના ગુનાઓમાં પકડાયેલ છે. હાલ તો આ મામલે સલામતપુરા પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી અન્ય આરોપીઓની શોધખોળ કરી રહી છે.