ચેતન પટેલ/સુરત :ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર આ વખતે નવરાત્રિ (navratri) માં ગરબાનું આયોજન રદ કરાયું છે. કોરોના મહામારીના સમયે એક તરફ ગરબાનું આયોજન પર પ્રતિબંધ છે, ત્યારે બીજી બાજુ સુરત (surat) ના ફેશન ડિઝાઇનિંગના વિદ્યાર્થીઓએ પ્રોટેક્ટિવ ગરબા ડ્રેસ તૈયાર કર્યા છે. આ ડ્રેસ પીપીઇ કીટ થકી તૈયાર કરવામાં આવ્યા છે. સાથે જ ટ્રેડિશનલ ડ્રેસનો લુક આપવામાં આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


IDT India દ્વારા કોરોનાકાળમાં પોલિપ્રોપિલીન ફેબ્રિકમાં ગરબા ડ્રેસનો લુક આપવામાં આવ્યો છે. આ સાથે માસ્ક સહિત દાંડિયાના ડિસ્પોઝેબલ કવર પણ તૈયાર કરવામાં આવ્યા છે. આ ડ્રેસની લેયરિંગ એ રીતે કરવામાં આવી છે, જેથી સોશ્યલ ડિસ્ટનસિંગ પણ રાખી શકાય. ફેશન ડિઝાઇનિંગના વિદ્યાર્થીઓ દ્વારા ખાસ પ્રોટેક્ટિવ ગરબા ડ્રેસ તૈયાર કરવામાં આવ્યા છે. સાથે જ ડ્રેપ દુપટ્ટા પણ તૈયાર કરવામાં આવ્યા છે. પ્રોટેક્ટિવ ગરબા ડ્રેસને આકર્ષણ બનાવવા માટે પેચ લગાવવામાં આવ્યા છે.



આ ખાસ પ્રોટેક્ટિવ ગરબા ડ્રેસને કોવિડ હોસ્પિટલમાં આપવામાં આવશે. જેથી કોરોનાકાળમાં આવતી નવરાત્રિમાં હોસ્પિટલમાં દાખલ લોકો પોતાની તકલીફ ભૂલી આનંદિત થઈ શકે.