રફ ડાયમંડ બિઝનેસમાં વચેટિયા સિસ્ટમ હટાવવા ત્રણ સુરતી યુવાનોએ બનાવી એપ
- બે વર્ષની મહેનત પછી ડાયમંડ મર્ચન્ટ નામથી એપ્લિકેશન તારીખ 20મી સપ્ટેમ્બરથી લોન્ચ કરી.
- ચાર સ્થાનિક એન્જિનિયર ભેગા મળી ગુજરાતી ભાષામાં ડાયમંડ મર્ચન્ટ એપ બનાવી
ચેતન પટેલ/સુરત :રફ ડાયમંડની ખરીદી માટે વચેટિયાઓને પ્રીમિયમ ચૂકવવા પડે છે. આ દૂષણ દૂર કરવા માટે ચાર સ્થાનિક એન્જિનિયર ભેગા મળી ગુજરાતી ભાષામાં ડાયમંડ મર્ચન્ટ એપ બનાવી છે. જ્યાં વિનામૂલ્યે રજિસ્ટ્રેશન શરૂ કરતા માત્ર 19 દિવસમાં જ સુરત ગુજરાત અને મુંબઇના 4000 બાયર સેલર જોડાયા છે. માત્ર ચાર દિવસમાં જ 75000 કેરેટના સો કરોડની કિંમતના હીરા વેચાણ માટે ઓનલાઈન પ્લેટફોર્મ પર મૂકાયા છે. જેનો લાભ મેન્યુફેક્ચર ટ્રેડર્સ ઉપાડી રહ્યા છે. જેમાં કેટલીક વિદેશી કંપનીઓ પણ જોડાઈ છે.
આ પણ વાંચો : ‘બેકારી શું કહેવાય તે ભાન કરાવીએ આ ટોળકીને...’ નવરાત્રિ કેન્સલ થતા કલાકારોએ ખૂલીને કર્યો તબીબોનો વિરોધ
સુરત સહિત ગુજરાતના 9 જિલ્લામાં ડાયમંડ મેન્યુફેક્ચરિંગના કામ થાય છે. ગુજરાત બહાર મુંબઈમાં મેન્યુફેક્ચરિંગની પ્રવૃત્તિ ચાલે છે. મોટી ડાયમંડ કંપનીઓ માટે ડાયમંડ માઇનિંગ કંપનીઓ તથા અન્ય ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ હીરાની ખરીદી માટે ઉપલબ્ધ છે. પરંતુ નાના હીરાના કારખાનેદારો અને વેપારીઓ માટે આ પ્રકારનું પ્લેટફોર્મ ન હોવાથી રફ અને પોલિશ્ડ હીરાના વેચાણ માટે વચેટિયાઓ અને દલાલો પર આધાર રાખવો પડે છે.
હીરા ઉદ્યોગમાંના લોકોનું શોષણ થતું અટકાવવા માટે શહેરના એન્જિનિયર્સ ચિંતન ગુજરાતી, રિકેન ગાબાણી, મનોજ મિયાણી અનર ચિંતન ગોપાણીએ બે વર્ષની મહેનત બાદ આ એપ્લિકેશન તૈયાર કરીને ટ્રેડર્સ માટે માર્કેટમાં મૂકી છે. એપ્લિકેશન ડેવલોપર પૈકીના એક ચિંતન ગુજરાતીએ જણાવ્યું હતું કે, અમે પોતે નાના હીરાના મેન્યુફેક્ચર પરિવારમાંથી આવીએ છીએ. હું મારા દાદાને પૂછતો કે આપણે પણ ડાયરેક્ટનું વેચાણ અમેરિકા અને યુરોપના વેપારીઓને કેમ નથી કરી શકતા? તો તેઓ એવો જવાબ આપતા હતા કે, આવી બજાર વ્યવસ્થા ભારતના હીરા ઉદ્યોગમાં નથી. તાજેતરમાં ઈઝરાયેલમાં ગેટ્સ ડાયમંડ નામે આ પ્રકારનો પ્રયોગ થયો હતો. તેમાં 4128 બાયર્સ જોડાયા હતા. રૂપિયા જોડાતા હોય તો અહીં પણ એ શક્ય બની શકે છે. બે વર્ષની મહેનત પછી ડાયમંડ મર્ચન્ટ નામથી એપ્લિકેશન તારીખ 20મી સપ્ટેમ્બરથી લોન્ચ કરી છે.
આ પણ વાંચો : 3 રાજ્યોમાં અદાણી ગેસએ ઘટાડ્યા CNG અને PNG ના ભાવ
[[{"fid":"286793","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"surat_diamond_app_zee.jpg","field_file_image_title_text[und][0][value]":"surat_diamond_app_zee.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"surat_diamond_app_zee.jpg","field_file_image_title_text[und][0][value]":"surat_diamond_app_zee.jpg"}},"link_text":false,"attributes":{"alt":"surat_diamond_app_zee.jpg","title":"surat_diamond_app_zee.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]
સુરતના મહિધરપુરા, વરાછા, વેડરોડ, કતારગામ, કાપોદ્રા સહિતના ઘણા વિસ્તારોના દલાલ, હીરા વેપારી મેન્યુફેક્ચર્સ આ પ્લેટફોર્મ સાથે જોડાઈ ટ્રેડિંગ કરી રહ્યા છે. અત્યારે ગુજરાતી અને અંગ્રેજી બે ભાષામાં એપ ચાલી રહી છે. હિન્દી ભાષામાં એક માટે કામ ચાલી રહ્યું છે. હિન્દી ભાષી ટેટસ હિન્દી ભાષામાં ટ્રેડિંગ કરી શકશે. અત્યારે એપના માધ્યમથી 4000 થી વધુ બાયર્સ જોડાયા છે. જેમાં મુંબઈ હૈદરાબાદ બેંગ્લોર ભોપાલના ટ્રેડર્સ અને દલાલો છે. જેમાં વિદેશની કંપનીઓ પણ જોડાઈ છે.
આ પણ વાંચો : PM મોદીના ગુજરાત આગમન પહેલાની તૈયારીઓ શરૂ, હીરાબાના આર્શીવાદ લઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી જશે