સુરતના 2 યુવકોએ બનાવ્યું સસ્તામાં સસ્તુ ટેબલેટ
- આધુનિક સુવિધાઓથી સુસજ્જ આ ટેબ્લેટ ખૂબ જ ઓછી કિંમતમાં બનાવવામાં આવ્યું છે. માત્ર 1000 રૂ.ની કિંમત બનાવવામાં આવેલું આ ટેબલેટ અદ્યતન ટેકનોલોજીથી બનાવાયું છે.
ચેતન પટેલ/સુરત :ડિજીટલ ભારતના નવા યુગમાં, શિક્ષણ ઝડપથી ઓનલાઇન શિક્ષણ તરફ આગળ વધી રહ્યું છે. મોટાભાગની વસ્તી સ્માર્ટ ઉપકરણો ખરીદવા માટે સક્ષમ નથી. ત્યારે શિક્ષિત ભારતના સ્વપ્નને આગળ ધપાવવા સુરતના બે એન્જિનિયર મિત્રો દ્વારા મધ્યમવર્ગના પરિવારને પણ પરવડે એટલી રૂ.1000ની નજીવી કિંમતે ટેબલેટ બનાવવામાં આવ્યું છે.
કોરોનાને કારણે વિશ્વમાં દરેક ક્ષેત્રોમાં અસર થઈ છે અને અનેક કામકાજ ઠપ થઈ ગયા છે તો અમુક સેવાઓ ફરીથી શરૂ કરવામાં આવી છે. તેમાં નવા અભિગમો અપનાવવામાં આવ્યા છે. શિક્ષણ ક્ષેત્રે આ અભિગમ ઓનલાઈન શિક્ષણ છે જેને માટે સ્માર્ટ ફોન કે ટેબ્લેટની જરૂર આવશ્યક બનતી જાય છે. પરંતુ આપણી મોટી સંખ્યામાં વસ્તી ઓલાઇન શિક્ષણને આગળ વધારવા માટે આર્થિક રીતે સક્ષમ નથી અને મોંઘા સ્માર્ટફોન કે અન્ય ઉપકરણો ખરીદી શકતા નથી ત્યારે સુરતની યશવર્લ્ડ પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડના બે એન્જીનિયર મિત્રો સાવન ખેની (બીઇ સિવિલ) અને અશ્વિન વાઘાણી (એમઇ સિવિલ) દ્વારા એજ્યુટેબ નામનું લેટટોપ બનાવાયું છે.
આ પણ વાંચો : ગુજરાતમાં જાહેરમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકાયો
આ વિશે વાત કરતા સાવન ખેની જણાવે છે કે, એજ્યુટેબ વિદ્યાર્થીઓના શિક્ષણ માટે સંપૂર્ણ રીતે એન્ડ્રોઈડ સંચાલિત ટેબલેટ છે અને ખાસ વાત એ છે કે આધુનિક સુવિધાઓથી સુસજ્જ આ ટેબ્લેટ ખૂબ જ ઓછી કિંમતમાં બનાવવામાં આવ્યું છે. માત્ર 1000 રૂ.ની કિંમત બનાવવામાં આવેલું આ ટેબલેટ અદ્યતન ટેકનોલોજીથી બનાવાયું છે. બજારમાં એજ્યુટેબથી ઓછી સુવિધાઓ ધરાવતા ઉત્પાદનો ચાર ગણી કિંમતે વેચવામાં આવી રહ્યા છે. જેથી અમારી આ નજીવી કિંમતે કારણે મધ્યમ વર્ગ પણ સરળતાથી તેને ઉપયોગમાં લઈ શકે.
જોઈ ન શકાય તેવી ક્રુરતા ગાંધીના ગુજરાતમાં જોવા મળી, કચ્છમાં ગાયના મોઢા પર લોખંડના વાયર બાંધ્યા
તો અશ્વિન વાઘાણીએ કહ્યું કે, એજ્યુટેબ વપરાશકર્તાઓ સંપૂર્ણ સંતુષ્ટ થાય તે કારણોસર અમે અમારા ટેબ્લેટમાં શ્રેષ્ઠ પેરિફેરલ્સ પ્રદાન કર્યાં છે. તેમજ ઉત્પાદન પર 1 વર્ષની વોરંટી પ્રદાન કરીએ છીએ. કોઈ સમસ્યા હોય તો ભારતભરમાં ફેલાયેલા 500 થી વધુ સેવા કેન્દ્રોમાંથી વપરાશકર્તાઓ કોઈ પણની મુલાકાત શકે છે. અમારી સૌથી મોટી યુએસપી એજ્યુટેબની કિંમત છે, જેના પર અમે તેને ઓફર કરી રહ્યા છીએ. અમારા જેવા અથવા ઓછી સુવિધાઓ ધરાવતા ઉત્પાદનો અમારા ટેબ્લેટની કિંમતથી ઓછામાં ઓછા 4 ગણી કિંમતે વેચાય છે.
અશ્વિન વાઘાણીએ જણાવ્યું કે, ઓછી કિંમતમાં વધુ સુવિધાઓના સંયોજનને કારણે આખા ભારતમાંથી 20000 થી વધુ ઓર્ડર તેઓને મળી ચૂક્યા છે. અમે 5000 એજ્યુટેબ પહોંચાડીને ડિલિવરી પ્રક્રિયા શરૂ કરી રહ્યા છીએ.