સુરેન્દ્રનગરમાં ભયાનક અકસ્માત : વીજ વાયર અડી જતા ટ્રેક્ટરમાં બેસેલા 3 મજૂરોને મળ્યું મોત, 6 દાઝ્યા
Surendra Nagar News : સુરેન્દ્રનગરમાં બુબવાણા પાસે ટ્રેક્ટરની ટ્રોલીને વીજ વાયર અડી જતાં ટ્રેક્ટરમાં બેસેલા ત્રણ મજૂરનાં મોત, બાકીના 6 મજૂર ગંભીર રીતે દાઝી ગયા
Surendra Nagar : સુરેન્દ્ર નગરમાં મોટી દુર્ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગરના બુબવાણામાં મજૂરો ભરેલા ટ્રેક્ટરને વીજ વાયર સ્પર્શી ગયો હતો. જેમાં મધ્ય પ્રદેશના ત્રણ મજૂરોના મોત નિપજ્યા છે. તો ટ્રેક્ટર ટ્રોલીમાં સવાર 6 મજૂરો દાઝી ગયા હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના બુબવાણા પાસે શ્રમિકો ભરીને જઈ રહેલ ટ્રેકટરની ટ્રોલી વીજ વાયરને અડી જતા ૩ પરપ્રાંતીય શ્રમિકોના ઘટના સ્થળે મોત નિપજયા છે. તો અન્ય 6 શ્રમિકોને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. ત્રણેય મૃતક શ્રમિકોના મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલ દસાડા પોલીસ કાફલો સહિત મામલતદાર, પ્રાંત અધિકારીની ટાઈમ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠાના રામભક્તનું અયોધ્યામાં દર્શન બાદ મોત, રામલલ્લાના દર્શન બાદ ઢળી પડ્યા