Surendra Nagar Lok Sabha Chunav Result: સુરેન્દ્રનગર ફરી ખિલ્યુમ કમળ, ભાજપના ઉમેદવારની જીત
Surendra Nagar Lok Sabha Chunav Result 2024: ગુજરાતમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં ફરી ભગવો લહેરાશે કે પંજો મારશે બાજી એ જોવાનું રહેશે. મતગણતરી શરુ થઈ ચુકી છે. ઈવીએમમાં કેદ ઉમેદવારોનું ભાવે આજે ખુલી રહ્યું છે.
Surendra Nagar Lok Sabha Election Result 2024: દેશમાં સાત તબક્કામાં યોજાયેલી લોકસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ રહ્યાં છે. આ વચ્ચે સુરેન્દ્રનગર લોકસભા ચૂંટણીનું પરિણામમાં સતત ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. ભાજપ કોંગ્રેસ બન્નેના ઉમેદવારો વચ્ચે આ ચૂંટણીએ વર્ચસ્વનો જંગ બની ગયો છે. સુરેન્દ્રનગરમાં ભાજપના ચંદુભાઈ શિહોરા અને કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણા વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. જોકે, મતગણતરીના અંતે પરિણામ સામે આવ્યાં જેમાં ભાજપના ઉમેદવારની જીત થઈ છે.
સુરેન્દ્રનગર લોકસભા સીટ પર મતદાન:
સુરેન્દ્રનગર લોકસભા સીટ પર 7 મે ના રોજ ત્રીજા તબક્કામા મતદાન થયું હતું.સુરેન્દ્રનગરમાં કુલ 55.09 ટકા મતદાન થયું હતું. વિધાનસભા વિસ્તાર મુજબ મતદાન ટકાવારી પર નજર કરીએ તો ચોટીલામાં 57.69 ટકા, દસાડામાં 57.50 ટકા, ધંધુકામાં 50.88, ધાંગ્રધામાં 55.49 ટકા, લીંમડીમાં 53.20 ટકા, વિરમગામમાં 56.41 ટકા અને વઢવાણમાં 54.57 ટકા મતદાન નોંધાયું હતું.
આ વખતે લોકસભામાં સુરેન્દ્રનગરમાં કેટલાં ઉમેદવારો વચ્ચે ખેલાયો જંગ?
સુરેન્દ્રનગર લોકસભા બેઠક 14 ઉમેદવારો-
ક્રમ ઉમેદવાર પાર્ટી
1 અશોકભાઈ ડાભી બસપા
2 ચંદુભાઈ શિહોરા ભાજપ
3 ઋત્વિકભાઈ મકવાણા કોંગ્રેસ
4 નિલેશભાઈ ચાવડા રાષ્ટ્ર નિર્માણ પાર્ટી
5 દિલીપભાઈ મકવાણા ન્યુ ઈન્ડિયા યુનાઈટેડ પાર્ટી
6 દેવેન્દ્ર મહંત ગંજ સત્યની જનતા પાર્ટી
7 મધુસુદન પટેલ મિશન ઓલ ઈન્ડિયા ઈન્ડિપેન્ડન્ટ જસ્ટિસ પાર્ટી
8 અશોક રાઠોડ અપક્ષ
9 આનંદભાઈ રાઠોડ અપક્ષ
10 ક્રુષણવદન ગેડિયા અપક્ષ
11 જે. કે. પટેલ અપક્ષ
12 દેવરાજભાઈ ઝાલા અપક્ષ
13 રમેશભાઈ કોળી અપક્ષ
14 વિનોદભાઈ સત્રોતિયા અપક્ષ
સુરેન્દ્રનગર લોકસભા બેઠકનો જીતનો ઈતિહાસઃ
લોકસભા ચૂંટણી સુરેન્દ્રનગર બેઠક પર ચૂંટાયેલા સાંસદ
1962 – ઘનશ્યામ ઓઝા (કોંગ્રેસ)
1967 – મેઘરજી (સ્વતંત્ર પાર્ટી)
1971 – રસિકલાલ પરીખ (કોંગ્રેસ)
1977 – અમીન રામદાસ કિશોરદાસ (જનતા પાર્ટી)
1980 – દિગ્વિજય સિંહ ઝાલા (કોંગ્રેસ)
1984 – દિગ્વિજય સિંહ ઝાલા (કોંગ્રેસ)
1989 – સોમાભાઈ પટેલ (ભાજપ)
1991 – સોમાભાઈ પટેલ (ભાજપ)
1996 – સનથ મહેતા (કોંગ્રેસ)
1998 – ભાવના દવે (ભાજપ)
1999 – સવશીભાઇ મકવાણા (કોંગ્રેસ)
2004 – સોમાભાઈ પટેલ (ભાજપ)
2009 – સોમાભાઈ પટેલ (કોંગ્રેસ)
2014 – દેવજીભાઈ ફતેપરા (ભાજપ)
2019 – ડો. મહેન્દ્ર મુંજપરા (ભાજપ)
2019માં શું હતું પરિણામ:
2019 લોકસભા ચૂંટણીની વાત કરવામાં આવે ભાજપના ઉમેદવાર ડો. મહેન્દ્ર મુંજપુરાનો કોંગ્રેસના સોમાભાઈ પટેલ સામે 2,77,437 મતોથી વિજય મેળવ્યો હતો. ડો. મહેન્દ્ર મુંજપુરાને 58.63 ટકા અને સોમાભાઈ પટેલને 32.88 ટકા વોટ મળ્યા હતા