Surendranagar News : સુરેન્દ્રનગરના દસાડા નજીક PSI સાથે અકસ્માત સર્જાયો હતો. પીએસઆઈ દારૂની હેરાફેરીની બાતમી બાદ વોચમાં હતા. તેઓને ક્રેટા કારમાં દારૂ નીકળવાની માહિતી મળી હતી. રોડ બ્લોક કરીને ઉભેલા PSI પર ટ્રક ફરી વળ્યો હતો. આ અકસ્માતમાં PSI જે.એમ.પઠાણનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ અંગે SMCના IG નિર્લિપ્ત રાયે તપાસના આદેશ આપ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, એસએમસી ટીમના પી.એસ.આઇ જે એમ પઠાણ આજે 5 નવેમ્બરના રોજ મોડી રાતે 2.30 વાગે દસાડાથી પાટડી રોડ ઉપર કઠાડા ગામ પાસે પહોંચ્યા હતા. તેઓને બાતમી મળી હતી કે, ત્યાંથી એક ક્રેટા ગાડી દારૂ ભરીને પસાર થનાર છે. જેથી કઠાડા ગામથી આગળ વળાંક ઉપર તેઓ એસએમસીની ટીમના માણસો સાથે બ્લોક કરીને ઉભા હતા. આ વખતે પાટડી તરફથી ક્રેટા કાર ટ્રેલરની બાજુમાંથી પસાર થતા તેને રોકવા જતા ટેલર અને ક્રેટા રોકાઈ ન હતી. આ વખતે ટ્રેલરના પાછળના ભાગે SMC ટીમની ફોર્ચ્યુનર ગાડી આવતી હતી. તેની લાઈટ જોઈ પીએસઆઇ જેએમ પઠાણ બચવા જતા ટેલરના પાછળના ભાગે અથડાયા હતા. તો આ સાથે જ ટીમનો પોલીસ હેડ કોન્સ્ટેબલ રોડની ડાબી બાજુ ફંટાઈ ગયો હતો. આમ  ક્રેટા ગાડીને રોકવા જતા વચ્ચે ટ્રેલર આવી જતા  પીએસઆઇ પઠાણ ટેલરની પાછળના ભાગે ભટકાયા હતા. તેઓને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. 


ગંભીર રીતે ઈજાગ્રસ્ત જેએમ પઠાણને પ્રથમ દસાડા પીએસસી સેન્ટર પર અને ત્યાર બાદ વિરમગામ સરકારી દવાખાને લઈ જવાયા હતા. જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ અંગે દસાડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 


આ અકસ્માતમાં દિનેશ રાવત અને કૃષ્ણદેવસુંહ જાડેજા પણ ઈજાગ્રસ્ત થયા છે, જેઓ હાલ સારવાર હેઠળ છે. 


ઠંડી અંગે હવામાન વિભાગના મોટા અપડેટ, આ તારીખથી ગુજરાતમાં થશે કાતિલ ઠંડીની એન્ટ્રી