Surendranagar: 2 અલગ-અલગ અકસ્માતમાં ચાર વ્યક્તિનાં મોત, 1 ની સ્થિતી ગંભીર
જિલ્લામાં આજે બે અકસ્માતો નોંધાયા હતા જેમાં કુલ ચાર વ્યક્તિઓનાં મોત નિપજ્યાં હતા. પ્રથમ ઘટનામાં પાટડી તાલુકાના વણોદ ગામના બે બ્રાહ્મણ ભાઇઓ બાઇક લઇને બેચરાજી જઇ રહ્યા હતા. ત્યારે નાવિયાણી અને મેરા ચોકડી પાસે એક પુરઝડપે આવી રહેલી કાર અને બાઇક વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક ચાલક હરેશબાઇ કાંતિલાલ પંડ્યા (ઉ.વ 52)નું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે મનોજ કાંતિલાલ પંડ્યા (ઉ.વ 46) ગંભીર રીતે ઇજાગ્રસ્ત સ્થિતીમાં સારવાર માટે મહેસાણા હોસ્પિટલ ખસેડાયો હતો. બંન્ને ભાઇઓ સામાજિક પ્રસંગ હોવાથી ખરીદી માટે બાઇક લઇને વણોદથી બેચરાજી જઇ રહ્યા હતા. ઘટના અંગે દસાડા પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
સુરેન્દ્રનગર : જિલ્લામાં આજે બે અકસ્માતો નોંધાયા હતા જેમાં કુલ ચાર વ્યક્તિઓનાં મોત નિપજ્યાં હતા. પ્રથમ ઘટનામાં પાટડી તાલુકાના વણોદ ગામના બે બ્રાહ્મણ ભાઇઓ બાઇક લઇને બેચરાજી જઇ રહ્યા હતા. ત્યારે નાવિયાણી અને મેરા ચોકડી પાસે એક પુરઝડપે આવી રહેલી કાર અને બાઇક વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક ચાલક હરેશબાઇ કાંતિલાલ પંડ્યા (ઉ.વ 52)નું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે મનોજ કાંતિલાલ પંડ્યા (ઉ.વ 46) ગંભીર રીતે ઇજાગ્રસ્ત સ્થિતીમાં સારવાર માટે મહેસાણા હોસ્પિટલ ખસેડાયો હતો. બંન્ને ભાઇઓ સામાજિક પ્રસંગ હોવાથી ખરીદી માટે બાઇક લઇને વણોદથી બેચરાજી જઇ રહ્યા હતા. ઘટના અંગે દસાડા પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
Gujarat Corona Update: નવા 410 કેસ, 704 રિકવર થયા, 1 વ્યક્તિનું મોત
બીજી ઘટનામાં કચ્છ-અમદાવાદ હાઇવે પર ધ્રાંગધ્રા નજીક અકસ્માત સર્જાયો હતો. એસ.ટી બસ અને કાર ચાલક વચ્ચે અકસ્માતમાં ચાર વ્યક્તિનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. જ્યારે એક વ્યક્તિને ઇજા પહોંચતા સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અન્ય એક વ્યક્તિને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. પોલીસે ધટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. જો કે અકસ્માત એટલો ગંભીર હતો કે ગાડીનો ખુડદો બોલી ગયો હતો. જ્યારે એસ.ટીની મિનિ બસને પણ ખાસ્સુ નુકસાન પહોંચ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube