સુરેન્દ્રનગર : નર્મદાની કેનાલમાં ન્હાવા પડેલા બે યુવાનો ડુબી જતા એકનું મોત નિપજ્યું છે. રક્ષાબંધનનાં તહેવારે જ એક યુવક કાળનો કોળીયો બની જતા અરેરાટી વ્યાપી ગઇ છે. સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી કેનાલમાં પડેલા બે યુવકોમાંથી એક યુવકનું મોત નિપજ્યું હતું. આજે રક્ષાબંધનનો તહેવાર છે ત્યારે કેનાલમાં ન્હાવા પડેલા મોરબીના યુવકનું મોત નિપજ્યું હતું. પુનાથી કારમાં મોરબી માતાને મળવા જઇ રહેલા યુવકે સ્વપ્ને પણ વિચાર્યું નહી હોય કે નર્મદાની કેનાલમાં મોત રાહ જોઇને બેઠો હશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

IPS સંજય શ્રીવાસ્તવે અમદાવાદના પોલીસ કમિશ્નર તરીકે સંભાળ્યો ચાર્જ

જો કે કેનાલમાં પડેલા બે યુવકો પૈકી એકનું મોત નિપજ્યું હતું. જિલ્લાના વડોદ ડેમ પાસે આવેલી કેનાલમાં ન્હાવા પડ્યા હતા. ઘટનાની જાણ થતા જ ફાયરની ટીમ આવી પહોંચી હતી. યુવકોની શોધખોળ આદરી હતી. દરમિયાન એક યુવતનો મૃતદેહ મળી આવતા તેને કિનારે કાઢીને મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા. 


આ દિવસે અમદાવાદ સહિત ગુજરાતમાં પડી શકે છે ભારે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી


રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિતે આ ઘટના બનતા ગામમાં ચકચાર મચી જવા પામી હતી. જ્યારે પરિવારને ઘટના અંગે જાણ થતા તેમના પર પણ આભ ફાટી પડ્યું હતું. રક્ષાબંધનનાં દિવસે દરેક બહેન પોતાનાં ભાઇની રક્ષા માટે પ્રાર્થના કરતી હોય છે ત્યારે રક્ષાબંધનનાં દિવસે જ ભાઇ ગુમાવતા બહેન પણ છાતીફાટ આક્રંદ કરી રહી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube