સુરેન્દ્રનગરમાં પોલીસ ફાયરિંગમાં ગુજસીટોકના આરોપી પિતા-પુત્રનું મોત
સુરેન્દ્રનગર પોલીસની ફાયરિંગમાં આરોપી મુન્નો અને પુત્ર મદિનનું મોત થયું છે. સુરેન્દ્રનગરના માલવણ નજીક ગેડિયા ગામમાં આજે પોલીસ અથડામણ થઈ હતી. જેમાં બે વોન્ટેડ આરોપીઓના મોત નિપજ્યા છે. ગુજસીટોકના આરોપી પિતા-પુત્રના મોત થયા છે. જ્યારે ચાર લોકો આ ઘટનામાં ઘાયલ થયા હોવાના સમાચાર છે.
ઝી ન્યૂઝ/ બ્યુરો: સુરેન્દ્રનગર પોલીસ ફાયરિંગમાં મોસ્ટ વોન્ટેડ આરોપી મુન્નો અને પુત્ર મદિનનું મોત થયું છે. સુરેન્દ્રનગરના માલવણ નજીક ગેડિયા ગામમાં આજે પોલીસ અથડામણ થઈ હતી. જેમાં બે વોન્ટેડ આરોપીઓના મોત નિપજ્યા છે. ગુજસીટોકના આરોપી પિતા-પુત્રના મોત થયા છે. જ્યારે ચાર લોકો આ ઘટનામાં ઘાયલ થયા હોવાના સમાચાર છે.
આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે પોલીસે સ્વબચાવવામાં ફાયરિંગ કર્યું હતું. જેમાં આરોપી પિતા-પુત્રએ પોલીસ પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેના જવાબમાં પોલીસે ફાયરિંગ કરીને પિતા પુત્રને ઠાર માર્યા છે. પોલીસ પર હુમલો કરી બન્ને આરોપીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો.
આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના માલવણ નજીક ગેડીયા ગામે પોલીસ અથડામણમાં બે વૉન્ટેડ આરોપીઓના મોત નીપજ્યા છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, અનેક ગુનામાં વૉન્ટેડ આરોપી મુન્નો અને તેના પુત્ર મદીનની ધરપકડ કરવા ગયેલી માલવણ પોલીસ પર આરોપીએ હુમલો કર્યો હતો. જે બાદ આરોપીઓ ભાગવા જતા પોલીસે સ્વબચાવમાં તેમના પર ફાયરિંગ કર્યું હતું. જેમાં બન્ને આરોપીઓ ઠાર મરાયા છે.
સુરેન્દ્રનગર જિલ્લાની માલવણ ચોકડી નજીક આજે પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન વોન્ટેડ હનીફ ખાન ઉર્ફે કાળો મુન્નો અને તેના પુત્ર મદીને પોલીસ પર હુમલો કરી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. તે દરમિયાન પોલીસે ફાયરિંગમાં હનીફ ખાન ઉર્ફે કાળો મુન્નો અને તેના પુત્ર મદીનનું મોત થયું હતું. પોલીસે બંનેના મૃતદેહનો કબજો લઇ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. બંને મૃતક લૂંટ માટે કુખ્યાત ગેડિયા ગેંગના સભ્યો હોવાનું જાણવા મળ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી હનીફ ખાન સામે અત્યાર સુધીમાં કુલ 86 જેટલા ગુના નોંધાયા હતા, જેમાંથી તે 59 ગુનામાં પોલીસના હાથે પકડાયો જ નહોતો. સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં આવેલા ગેડિયા ગામની ગેંગ 123 ગુનાઓ આચરી ચુકી છે. ગુજરાતના 7 જિલ્લામાં આતંક મચાવીને પ્રજાને તોબા પોકાવનારી ગેંગના સભ્યોને સાણસામાં લેવા માટે પોલીસે આરોપીઓ વિરૂધ્ધ ગુજસીટોક ગુનો દાખલ કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube