સુરેન્દ્રનગરમાં પુલ ધરાશાયી થયા બાદ પણ તંત્ર ઊંઘમાં, 12 કલાક બાદ હવે અધિકારીઓ ફરક્યા
bridge collapse : સુરેન્દ્રનગરના વસ્તડી ગામે પુલ ધરાશાયી થતા લોકોની વધી મુશ્કેલી...લોકો જીવના જોખમે નદી પાર કરવા થયા મજબૂર...વારંવાર રજૂઆત છતાં તંત્રએ પુલની ગુણવત્તા પર નહોતું આપ્યું ધ્યાન..
surendra nagar : ગુજરાતમાં બ્રિજ ધરાશાયી થવાનો સિલસિલો યથાવત છે. તંત્ર જૂની ઘટનાઓ પરથી કોઈ બોધપાઠ નથી લઈ રહ્યું. બ્રિજ ધરાશાયી થયા બાદ તંત્રના પેટનું પાણી હલતું નથી. મોરબી બ્રિજ ધરાશાયીની ઘટનાને એક વર્ષ પૂર્ણ થવા આવ્યું, મોરબીની ઘટનાના 11 મહિના બાદ પણ તંત્ર ઊંઘમાં છે. શું કોઈનો જીવ લીધા બાદ જ તંત્ર જાગશે? શું બ્રિજ તૂટવાથી તંત્રને કોઈ ફરક નથી પડતો. ગઈકાલે સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના વસ્તડી અને ચુડા ગામને જોડતો મુખ્ય પુલ ધરાશાયી થયો હતો. જેમાં ડમ્પર સહિત બે બાઈક પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન અચાનક પુલ ધરાશાયી થતા લોકો ફસાયા હતા. ડમ્પર તેમજ બે બાઈક પણ પુલથી નીચે પટકાતા ચાર થી વધુ લોકોને ઈજાઓ પહોંચી હતી.
સુરેન્દ્રનગરના વસ્તડી ગામે પુલ ધરાશાય થતા લોકો મજબૂર બન્યા છે. વસ્તડી ગામે પુલ ધરાશયી થતા ગ્રામજનો દ્વારા જીવના જોખમી નદી પાર કરી રહ્યા છે. તંત્રને અગાઉ પણ સરપંચ અને ગ્રામજનો દ્વારા લેખિત રજુઆત કરવામાં આવી હતી. છતાં તંત્ર દ્વારા તેની કોઈ નોંધ ન લેવાઈ. વસ્તડી ગ્રામ પંચાયતના સરપંચે માર્ગ મકાન વિભાગને લખેલો પત્ર હાથ લાગ્યો છે. સરપંચે મે મહિનામાં તંત્રને બ્રીજ જર્જરીત હાલમાં હોવાની જાણ કરી હતી. કોઈ અનિચ્છિય ઘટના ન બને તે માટે સમારકામ અથવા તો નવો પૂલ બનાવવા માંગ કરી હતી. છતાં કોઈ પગલા ન લેવાયા.
મને બધી વાતનુ સુખ છે, માત્ર રાતનું સુખ નથી મળતુ, તુ મને આપીશ? સસરાએ વહુને આવુ પૂછ્યુ
સુરેન્દ્રનગરના વઢવાણમાં પુલ ધરાશાયી થયાના 12 કલાક બાદ હવે અધિકારીઓ ફરક્યા છે. ઓવરલોડ ડમ્પર સહિતના વાહનો પસાર થતા પુલ ધરાશાયી થયો હતો. 40 વર્ષ જૂનો પુલ ધરાશાયી થતા 4થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પુલના સમારકામ માટે કરાઈ હતી અનેક રજૂઆત કરાઈ હતી. રજૂઆત બાદ પણ તંત્રએ કોઈ કામગીરી ન કરી. સાથે જ પુલમાં ભ્રષ્ટાચાર થયાના ગ્રામજનોના આક્ષેપ છે. પુલ થરાશાયી થયાને 12 કલાક વિત્યા બાદ પણ ઘટના સ્થળે કોઈ અધિકારી આવ્યા નથી.
ભાજપને 156 બેઠકો અપાવનાર સુપર 16 ક્યાં? સત્તાની સાઠમારીમાં એકબીજાના પગ કાપ્યા