રાકેશ સિંધવ/સુરેન્દ્રનગર: ચોટીલાના મોટી મોલડી ગામ પાસે 4 વાહનો વચ્ચે અકસ્માત થયો હતો. ટ્રક, બસ અને બે ટ્રેલર વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માતમાં બસમાં બેસેલા 13 મુસાફરોનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે. જ્યારે ટ્રક ચાલક સહિત 3 લોકોને ગંભીર ઇજા થઇ હતી. જેથી ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતને કારણે પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. અકસ્માતને કારણે હાઇવે પર વાહનોની લાબી લાઇનોને કારણે ટ્રાફિકની સમસ્યાઓ પણ જોવા મળી હતી. પોલીસે ટ્રાફિક દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરી છે.