ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે નગરો-મહાનગરોમાં આગવી ઓળખના કામો માટે ગ્રાન્ટ-ભંડોળ આપવાનો અભિગમ અપનાવ્યો છે. 
    
આવા આગવી ઓળખના કામોમાં નગર સુખાકારી અને જનહિત કાર્યો દ્વારા જે તે નગરની આગવી વિશેષ ઓળખ ઉભી કરવાના કામો હાથ ધરાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્યમંત્રીએ આ હેતુસર સુરેન્દ્રનગર-દૂધરેજ વઢવાણ નગરપાલિકામાં આગવી ઓળખના કામ અન્વયે રિવરફ્રન્ટની દરખાસ્તમાં વિવિધ કામો માટે રજૂ થયેલી શહેરી વિકાસ વિભાગની દરખાસ્તને અનુમોદન આપીને રૂ. ૩ કરોડ ૯૦ લાખના કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. 
    
ભૂપેન્દ્ર પટેલે આપેલી આ સૈદ્ધાંતિક મંજૂરીના પરિણામે હવે, RCC રિટેનીંગ વોલ તેમજ એમ.પી.શાહ કોલેજથી એસ.ટી સ્ટેન્ડ સુધીના માર્ગ નિર્માણના કામો આ નગરપાલિકા હાથ ધરશે. 


આ પણ વાંચોઃ રાજ્યમાં કોરોનાથી મળી રાહત, છેલ્લા 24 કલાકમાં 1040 કેસ, 14 મૃત્યુ   
    
મુખ્યમંત્રીએ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં આવા જ આગવી ઓળખના કામ અન્વયે કાલોલ નગરપાલિકાને તળાવ બ્યૂટિફિકેશન માટે રૂ. ર કરોડ ૯પ લાખના કામો હાથ ધરવા પણ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. 
    
અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે રાજ્ય સરકાર નગરો-મહાનગરોમાં આગવી ઓળખના વિવિધ વિકાસ કામો હાથ ધરવા માટે રકમ ફાળવે છે. 
    
તદ્દઅનુસાર, ‘અ’ વર્ગની નગરપાલિકાઓને દર બે વર્ષે એક વખત રૂ. પાંચ કરોડ, ‘બ’ વર્ગની નગરપાલિકાઓને દર બે વર્ષે રૂ. ૪ કરોડ,  ‘ક’ વર્ગની નગરપાલિકાઓને રૂ. ૩ કરોડ તેમજ ‘ડ’ વર્ગની નગરપાલિકાઓને રૂ. ર કરોડ ફાળવવામાં આવે છે. 
    
૨૦૨૧-૨૨ના વર્ષમાં અત્યાર સુધીમાં રાજ્યની ૬ નગરપાલિકાઓને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં આગવી ઓળખના કામો માટે કુલ રૂ. ૧૦.૫૧ કરોડની ફાળવણીની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube