મયૂર સંધી/સુરેન્દ્રનગર :ગુજરાતમાં લૂંટેરી દુલ્હનનો આતંક વધી રહ્યો છે. યુવકોને લગ્ન બાદ રંગીન રાત બતાવતી લૂંટેરી દુલ્હનો થોડા દિવસોમાં જ ખેલ પાડીને ભાગી જાય છે. સુરેન્દ્રનગરમાં સુરેન્દ્રનગર જિલ્લામાં લગ્નના નામે વધુ એક યુવક છેતરપીંડીનો ભોગ બન્યો છે. 250000 લેતા વીડીયો પણ વાયરલ થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી લૂંટેરી દુલ્હનનો ચોંકાવનારો કિસ્સો બન્યો છે. સુરેન્દ્રનગરના લીંબડી તાલુકામાં લગ્ન બાદ 21 દિવસે દુલહન ફરાર થઈ જવાનો બનાવ બન્યો છે. પરિણીતા માનતા પૂરી કરવાના બહાને પરત ગયા બાદ ફોન ઉપાડવાનુ બંધ કરી દીધુ હતું. આખરે લીંબડી તાલુકાના વરરાજાને અઢીલાખ રૂપિયાનો ચૂનો ચોપડીને લૂંટેરી દુલ્હન ફરાર થઈ ગઈ હતી. ગત માર્ચ મહિનામાં યુવકે હિન્દુ શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન કર્યા હતા. ‘દુલ્હન કે રૂપિયા કંઈ પરત નહિ મળે, થાય તે કરી લો’ તેવા જવાબો મળ્યા હતા. લૂંટેરી દુલ્હનની ખુલ્લેઆમ સોદાબાજી થતી હોય તેવો વીડિયો પણ સામે આવ્યો છે. રૂપિયા લેતા હોય એવા વીડિયો વાયરલ થયો છે. વીડિયો વાયરલ થતાં ચકચાર મચી ગઈ છે. 


ગુજરાતમાં લગ્નવાંછુક યુવકો લૂંટેરી દુલ્હનોની માયાજાળમાં ફસાઈ રહ્યાં છે. પહેલા પરિણીતાઓ લગ્ન કરે છે, અને બાદમાં યુવકોને લૂંટીને જતી રહે છે.