નચિકેત મહેતા, ખેડા: ખેડા (Kheda) જિલ્લામાં છેલ્લા 48 કલાકમાં બે જુદા જુદા સ્થળોએ અકસ્માત (Accident) ના બનાવો સર્જાયા છે. વસોના દાવડા-પીજ રોડ પર ટ્રેકટર પરથી ચાલક પટકાતા મૃત્યુ થયું છે. જ્યારે મહુધાના અલીણા પાસે હીટ એન્ડ રનના બનાવે એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. ત્યારે અન્ય એક પોલીસ (Police) ની જીપને નડ્યો છે. જેમાં 7 લોકોને ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરેન્દ્રનગર પોલીસ (Surendranagar Police) ની જીપને નડીયાદ પીજ ચોકડી પાસે અકસ્માત નડ્યો છે. પોલીસ (Police) ની જીપ આઇસરની પાછળ ઘૂસી જતાં અકસ્માત (Accident) સર્જાયો હતો. આ અકસ્માતમાં 7 લોકો ઇજાગ્રસ્ત થયા છે.

Bhavnagar: 50થી વધુ સ્થળોએ GST વિભાગના દરોડા, મોટા માથાઓ થયા અંડર ગ્રાઉન્ડ


સુરેન્દ્રનગર પોલીસ (Surendranagar Police) આરોપી સંજય રમેશ સંદને લઇને નવસારી લઇ જઇ રહી હતી. તે દરમિયાન સુરેન્દ્રનગર હેડ કવાર્ટરની ગાડી નંબર GJ 13 GG 0402 નો અકસ્માત સર્જાયો હતો. નડીયાદની પીજ ચોકડી પાસે વળાંકમાં ટર્ન લઇ રહેલી આઇસરની પાછળ પોલીસને ગાડી અથડાઇ ગઇ હતી.  


આ દુર્ઘટનામાં આરોપી સહિત એક હેડ કોન્સ્ટેબલ, 3 કોન્સ્ટેબલ અને બે ડ્રાઇવરને ઇજા પહોંચી છે. તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નડિયાદ (Nadidad) ની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.  


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube