ઝી બ્યુરો/સુરેન્દ્રનગર: ગુજરાતમાં દિવસેને દિવસે યુવાનોમાં હાર્ટ એટેકના કેસ વધી રહ્યા છે. રાજકોટમાં તો છેલ્લા એક મહિનામાં હાર્ટ એટેકનાં 450 કેસ નોંધાયા છે. જેથી વહીવટી તંત્રનીચિંતા વધી ગઈ છે. તેવામાં આજે હાર્ટએટેકથી વધુ એક યુવકનું મોત નિપજ્યું છે. જી હા... સુરેન્દ્રનગર વિસ્તારમાં સાયલાના સુદામડામાં 25 વર્ષીય કલ્પેશ ચાવડા નામના યુવકનુ મોત નિપજ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમિત ચાવડાના નિવેદનથી રાજનીતિમાં ગરમાવો,'ભાજપમાં હંમેશા ઘાટ કરતાં ઘડામણ મોંઘી જ હોય'


પોલીસ ભરતી માટે દોડવાની પ્રેક્ટિસ કરી રહ્યો હતો, તે દરમિયાન દોડતા દોડતા જ અચાનક યુવક રસ્તા પર ઢળી પડતા સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. સાયલા સરકારી હોસ્પિટલના ફરજ પરના ડોક્ટરે હાર્ટએટેકના કારણે યુવકનુ મોત નિપજ્યું હોવાનુ જાહેર કરતા પરિવારજનોમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.


ગુજરાતની જનતાના હિત માટે સરકારનો નિર્ણય : 157 નગરપાલિકાઓને આપ્યા 100 કરોડ રૂપિયા


જોકે, આ પહેલીવાર નથી જ્યારે રાજ્યનાં 20થી 25 વર્ષના યુવકનું હાર્ટ એટેકથી મોત થયું હોય. કોરોનાકાળ બાદ રાજ્યમાં હાર્ટ એટેકના કેસોમાં જોરદાર ઉછાળો આવ્યો છે. જેના કારણે અનેક યુવાનોએ મોતાની જિંદગી ગુમાવી છે. ત્યારે સુરેન્દ્રનગર વિસ્તારમાં સાયલાના સુદામડામાં 25 વર્ષીય કલ્પેશ ચાવડા પોલીસ ભરતી માટે દોડવાની પ્રેક્ટિસ કરી રહ્યો હતો તે દરમિયાન દોડતા દોડતા જ અચાનક યુવક રસ્તા પર ઢળી પડતા સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ત્યારબાદ સરકારી હોસ્પિટલના ફરજ પરના ડોક્ટરે હાર્ટએટેકના કારણે યુવકનુ મોત નિપજ્યું હોવાનુ જાહેર કર્યું હતું.


એક વર્ષનું બાળક રમકડાંનુ LED, જ્યારે 10 મહિનાનું બાળક ગવારની સીંગ ગળી ગયું, આ રીતે..


108માં દર મહિને 400 કરતા વધુ હાર્ટ એટેકના કેસ
દર મહિને રાજકોટ શહેર અને જિલ્લામાં 400 થી 450 જેટલા હાર્ટ એટેકના કેસ નોંધાઈ રહ્યા છે. 108 દ્વારા હાર્ટ એટેકના કેસ હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવે છે. રાજકોટ જિલ્લામાં 108 એમ્બ્યુલન્સ ગ્રામ્ય વિસ્તારમાં 42 અને શહેરી વિસ્તારમાં 22 છે. દરરોજ 15 જેટલા કેસ સામે આવી રહ્યા છે. 108 એમ્બ્યુલન્સમાં AED મશીન પણ રાખવામાં આવ્યા છે, જેથી હૃદય બંધ પડી ગયું હોય તો શોક આપી શરૂ કરી શકાય. જે વિસ્તારમાં અર્વાચીન રાસોત્સવમાં થતા હશે તેને હોટ સ્પોટ પણ જાહેર કરવામાં આવશે. જ્યાં એમ્બ્યુલન્સ સતત આંટાફેરા કરતી રહેશે. ટ્રાફિક સમસ્યા ન થાય તે માટે આયોજકોને પણ એમ્બ્યુલન્સ માટે ઇમરજન્સી ગેટ આપવા સૂચના આપવામાં આવી છે.


સ્વાસ્થ્ય માટે કોઇ વરદાનથી કમ નથી શિમલા મિર્ચ, આ બિમારીઓ માટે છે ફાયદાકારક