Dasada Gujarat Chunav Result 2022: દસાડા બેઠક પરથી ભાજપના પી કે પરમારે કોંગ્રેસના નૌશાદ સોલંકીને 2179 મતથી હરાવી દીધા છે. સુરેન્દ્રનગરની દસાડા વિધાનસભા બેઠક પર 1990થી લઈને 2017 સુધી સાત વખત ચૂંટણી યોજાઈ છે. જેમાં પાંચ વખત ભાજપે જીત મેળવી છે. જ્યારે બે વખત કોંગ્રેસે જીત મેળવી છે. દસાડા બેઠક પર કુલ 2 લાખ 37 હજાર  203 મતદારો છે. જેમાં 1 લાખ 24 હજાર 42 પુરુષ મતદારો છે. જ્યારે 1 લાખ 13 હજાર 42 મહિલા મતદારો છે. બેઠક પર તળપદા કોળી 11.6 ટકા, ચુવાળીયા કોળી 15.5 ટકા, દલિત 13.2 ટકા, પટેલ 10.47 ટકા, મુસ્લિમ 10.92 ટકા, માલધારી 6.77 ટકા અને રાજપૂત સમાજ 5.49 ટકા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2022ની ચૂંટણી
2022ની ચૂંટણીમાં કોંગ્રેસે ચાલુ ધારાસભ્ય નૌશાદ સોલંકીને ઉમેદવાર બનાવ્યા છે. ભાજપે આ વખતે પરસોત્તમ પરમારને ઉમેદવાર જ્યારે આપે અરવિંદ સોલંકીને ઉમેદવાર જાહેર કર્યા. 


2017ની ચૂંટણી
2017માં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસના નૌશાદ સોલંકીએ જીત મેળવી હતી. તેમણે ભાજપના સિનિયર નેતા અને સરકારમાં પૂર્વ મંત્રી રહેલા રમણલાલ વોરાને હરાવ્યા હતા. જોકે જીતનું અંતર માત્ર 3728 મતનું રહ્યું હતું.


2012ની ચૂંટણી
2012માં અહિં ભાજપ જીતી હતી. ભાજપના પુનમભાઇ મકવાણાએ કોંગ્રેસના મનહરલાલ મકવાણા સામે 10640 મતોની સરસાઇથી જીત મેળવી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube