અતુલ તિવારી/ અમદાવાદ: ક્રિકેટ જગતમાં કારકિર્દી બનાવવા માગતા 7 વર્ષથી 19 વર્ષ સુધીના યુવાનો માટે MS ધોની ક્રિકેટ એકેડમી (MS Dhoni Cricket Academy) તરફથી તાલીમ પ્રદાન કરવામાં આવશે. ઇચ્છુક યુવાનો આ એકેડમીમાં રજિસ્ટ્રેશન કરાવી શકશે, જેના માટે 6500 રૂપિયા રજિસ્ટ્રેશન ફિસ તરીકે ભરવાના રહેશે. જેમાં ક્રિકેટ કીટ, ડ્રેસ સહિતની સામગ્રીઓ આપવામાં આવશે. ત્યારબાદ આ એકેડમીમાં ટ્રેનિંગ માટે 3 મહિના પેટે 10,000 રૂપિયા, 6 મહિના માટે 20,000 રૂપિયા જ્યારે 1 વર્ષ માટે 36,000 રૂપિયા ફી પેટે ભરવાના રહેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય ક્રિકેટ ટીમના સભ્ય રહેલા સુરેશ રૈના અમદાવાદના મહેમાન બન્યા છે. ક્રિકેટર સુરેશ રૈનાએ અમદાવાદમાં એમએસ ધોની ક્રિકેટ એકેડમીનું ઉદ્ઘાટન કર્યું છે. અદ્યતન ટેક્નોલોજી, ઉચ્ચ સ્તરીય કોચિંગ સુવિધા અને સર્ટિફાઇડ કોચથી સજ્જ ક્રિકેટ એકેડમીની શરૂઆત કરાવી છે. ગુજરાત યુનીવર્સીટી મેદાનમાં શરુ થયેલી એમએસ ધોની ક્રિકેટ એકેડમીની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે આર્કા સ્પોર્ટ્સના સ્થાપક મીહિર દિવાકર અને શ્રી એન્ટરપ્રાઇઝના શ્રીધર રેડ્ડી ઉપસ્થિત રહ્યાં હતા.


આ પણ વાંચો:- આ ખેલાડીનો પુત્ર છે સૌથી વધુ ચર્ચામાં, IPLની હરાજીમાં છે અવ્વલ નંબર પર


એમએસડીસીએનનો મુખ્ય ઉદ્દેશ્ય ભારત અને વિદેશમાં ક્રિકેટના વિકાસ માટે ઉચ્ચ સ્તરીય કોચિંગ પ્રદાન કરવાનો પ્રયત્ન છે. ક્રિકેટર સુરેશ રૈનાએ કહ્યું હતું કે, ક્રિકેટમાં રૂચિ ધરાવતા દરેક યુવાનને માળખાકીય તાલીમ પ્રદાન કરવાનો પ્રયાસ ખરા અર્થમાં પ્રશંસાને પાત્ર છે. કોઇપણ યુવાનમાં પ્રતિભા જન્મથી નહીં, પરંતુ પ્રેક્ટિસ કરવાથી આવે છે ત્યારે એમએસ ધોની ક્રિકેટ એકેડમી સાથે બાળકો પાસે તેમની પ્રતિભામાં વધારો કરવાની ઉત્તમ તક છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube