જયેશ દોશી, નર્મદા: સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. જો કે, હાલ ડેમની સપાટી 135.75 મીટરે પહોંચી ગઇ છે અને ઉપરવાસમાંથી 3,04,069 ક્યુસેક પાણીની આવક થઇ છે. ડેમની સપાટી થઇ રહેલા સતત વધારાના કારણે ડેમના 10 દરવાજા 0.3 મીટર ખોલવામાં આવ્યા છે અને નર્મદા ડેમમાંથી 1,71,384 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- રાજ્યના 201 તાલુકામાં વરસાદ, નર્મદા, મચ્છુ અને બંગાવડી સહિતના ડેમ ઓવરફ્લો


નર્મદા ડેમના દરવાજા ખોલી પાણી છોડાતા નર્મદા નદી બે કાંઠે વહી રહી છે. જેના કારણે કેવડિયાનો ગોરા બ્રીજ આજે પણ રાહદારીઓ માટે બંધ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ નર્મદા ડેમમાં પાણીની આવક થતા 1200 મેગાવોટ વીજ ઉત્પાદન ક્ષમતાના રિવર બેટ પાવર હાઉસના તમામ યુનિટ ચાલુ કરવામાં આવ્યા છે.


આ પણ વાંચો:- મુખ્યમંત્રી સાથે મોકળા મનેઃ બાળકોમાં રહેલી શક્તિઓને ખિલવવા શિક્ષકોને કર્યો અનુરોધ


સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી છોડાતા નર્મદા નદીની સપાટીમાં વધારો થયો છે. જેના કારણે ભરૂચના ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટી 24.89 ફૂટે પહોંચી ગઇ છે. ત્યારે નર્મદામાં પાણી નદીની ભયજનક સપાટી 24 ફૂટ વટાવી વહી રહ્યું છે. જેને લઇને નદી કાંઠાના 20 ગામના લોકોને સાવધાન રહેવા માટે તંત્ર દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે.


જુઓ Live TV:-


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...