RTO માં એજન્ટ રાજ ખતમ કરવા માટે COT દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ, 5 એજન્ટની ધરપકડ
ગુજરાતમાં તમામ મોટર વાહન કચેરીઓમાં એજન્ટ પ્રથાની બદીને દૂર કરવા કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટ દ્વારા સમયાંતરે સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવે છે. ત્યારે શુક્રવારે અમદાવાદના પૂર્વ આરટીઓ ખાતે COT ટીમ દ્વારા વસ્ત્રાલ RTO ની સરપ્રાઈઝ વિઝીટ કરવામાં આવી હતી. આ દરમિયાન વસ્ત્રાલ RTOમાં ફરતા કેટલાક બિન અધિકૃત વ્યક્તિઓ પોતાના ફાયદા માટે અરજદારો પાસે વધુ રૂપિયા પડાવી RTOના કામ કરાવતા નજરે પડ્યા હતા.
મૌલિક ધામેચા/ અમદાવાદ : ગુજરાતમાં તમામ મોટર વાહન કચેરીઓમાં એજન્ટ પ્રથાની બદીને દૂર કરવા કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટ દ્વારા સમયાંતરે સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવે છે. ત્યારે શુક્રવારે અમદાવાદના પૂર્વ આરટીઓ ખાતે COT ટીમ દ્વારા વસ્ત્રાલ RTO ની સરપ્રાઈઝ વિઝીટ કરવામાં આવી હતી. આ દરમિયાન વસ્ત્રાલ RTOમાં ફરતા કેટલાક બિન અધિકૃત વ્યક્તિઓ પોતાના ફાયદા માટે અરજદારો પાસે વધુ રૂપિયા પડાવી RTOના કામ કરાવતા નજરે પડ્યા હતા.
જામનગરમાં મહાજમીન કૌભાંડ, ગુજસીટોક હેઠળ નોંધાયો પ્રથમ કેસ, મોટા માથાઓની સંડોવણી
RTO એજન્ટ બનીને કામ કરાવતા આ તમામ શખ્સો અંગે ARTO દ્વારા પ્રાથમિક પૂછપરછ કરતા તમામ RTO એજન્ટ હોવાનો ખુલાસો થયો હતો જેને લઈ 5 શખ્સોને પકડી પાડવામાં આવ્યા અને પોલીસ હવાલે કરાયા. મહત્વનું છે કે કોરોના મહામારીમાં તમામ RTOને લગતા કામકાજ ઓનલાઇન કરવામાં આવ્યા છે. ત્યારે કેટલાક બિનઅધિકૃત રીતે કરતા એજન્ટો જાહેરનામાનો બંધ કરતા તેમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
24 યુવતિએ કોર્પોરેટ લોયરની નોકરી છોડી કર્યું આવું કામ, વાંચીને સેલ્યુટ કરવાનું થશે મન
પોલીસ કસ્ટડીમાં ઉભેલા આ તમામ એ જ RTO એજન્ટ છે જેમના વિરુદ્ધ કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટ ની ટીમે કાર્યવાહી કરી. જેમાં આરોપી જીગ્નેશ દેસાઈ, મોહમ્મદ રફીક શેખ, કરણ થાવરાણી, વીરુ આહીર, મિલન પટેલ આરટીઓ પરિસરમાં અને કચેરીમાં પોતાના ફાયદા સારુ કામગીરી કરાતા ઝડપાઇ ચૂકયા છે. જે અંગે રામોલ પોલીસે કાયદેસર કાર્યવાહી કરી વધુ તપાસ શરૂ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube