યંગેસ્ટ IPS સફિન હસનને પોતાની ઉંધ કરતા નાગરિકોની ચિંતા વધારે, અણધારી ડ્રાઈવથી રિક્ષાચાલકમાં ફફડાટ
પોલીસ અધિકારી તરીકે અનેક વખત ચર્ચામાં રહેલા આઈપીએસ અધિકારી સફિન હસન ફરી એકવાર પોતાની કામગીરીને લઈને હાહારાત્મક ચર્ચામાં આવ્યા છે. સામાન્ય સંજોગોમાં આઈપીએસ અધિકારીઓ નાઈટ ડ્યૂટી દરમિયાન સરપ્રાઈઝ વિઝિટ કરતા હોય છે.
મૌલિક ધામેચા/અમદાવાદ: સામાન્ય રીતે પોલીસ અધિકારીઓ કામના કલાકો દરમિયાન જ કામ કરતા હોવાનો સામે આવે છે. પરંતુ હાલમાં અમદાવાદ ટ્રાફિક વિભાગોના ફરજ બજાવતા યંગેસ્ટ આઈપીએસ સફિન હસનની કામગીરી જોઈ શહેરીજનોની વાહવાહી લૂંટી હતી.
જૂનાથી નવા ખાતામાં પીએફ રકમ કેવી રીતે ટ્રાન્સફર કરવી? જાણો સરળ રીત
વાત જાણે એમ હતી કે અમદાવાદના ઝોન 3ના ડિસીપી સુશિલ અગ્રવાલ રજા પર હતા તે દરમિયાન આ પોલીસ અધિકારીનો ચાર્જ DCP સફિન હસનને સોંપવામાં આવ્યો. જે સંદર્ભે મોડી રાત્રે સિવિલ ડ્રેસમાં સફિન હસન કાલુપુર રેલવે સ્ટેશન પહોંચી પોલીસ કર્મચારીઓને બોલાવ્યા અને રીક્ષા ડ્રાઈવરો અને ટેક્સી ચાલકોની તપાસ કરી. જેમાં કુલ 119 શંકાસ્પદ વાહનોની તપાસ કરવામાં આવી હતી અને બે વાહનો ડિટેઈન કરવામાં આવ્યા છે.
શરીરને ઠંડક આપે છે છાશ, વજન તો ઘટાડશે જ આ ઉપરાંત છે બીજા આ 5 ફાયદા
પોલીસ અધિકારી તરીકે અનેક વખત ચર્ચામાં રહેલા આઈપીએસ અધિકારી સફિન હસન ફરી એકવાર પોતાની કામગીરીને લઈને હાહારાત્મક ચર્ચામાં આવ્યા છે. સામાન્ય સંજોગોમાં આઈપીએસ અધિકારીઓ નાઈટ ડ્યૂટી દરમિયાન સરપ્રાઈઝ વિઝિટ કરતા હોય છે પરંતુ ડીસીપી સફિન હસન પોતાના નિયમિત ફરજ પુરી કરી રાત્રિ દરમિયાન કાલુપુર રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. સ્થાનિક કાલુપુર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોર્ડ સાથે રેલવે સ્ટેશનની આસપાસ બેસતા રીક્ષા ચાલકો અને ટેક્સી ડ્રાઈવરોને પણ ચેકિંગ કર્યું.
પતિ બાઈ બનીને ફરે છે અને ભાઈના નામે દિયર ઉઠાવે છે ભાભીનો લાભ, દારૂ અને ગાંજો પીવડાવી
મહત્વનું છે કે અગાઉ રેલવે સ્ટેશન પરથી અજાણ્યા પેસેન્જરોને રિક્ષા ચાલકો કે ટેક્સી ડ્રાઈવરો દ્વારા રાત્રિ દરમિયાન જ તકનો લાભ લઈને ચોરી કરતા હોવાની ફરિયાદો ઉઠી હતી. સાથે જ કેટલીક ટોળકીઓ પેસેન્જરને રીક્ષામાં બેસાડીને હથિયારની અણીએ લૂંટી લેતી હોવાની ફરિયાદો પણ સામે આવી હતી. જેના પગલે ગુનાહિત પ્રવૃતિઓ રોકવા અને ગેરવણૂંતક અટકાવવા માટે ડિસીપી સફિન હસને સરપ્રાઈઝ વિઝિટનો નવતર પ્રયોગ કર્યો.
અંડરવર્લ્ડ માફિયાઓ બોલીવુડની આ સુંદર અભિનેત્રીઓ પર થયા ફિદા, થઈ હિરોઈનોની હાલત ખરાબ
રાત્રિ દરમિયાન 11 વાગ્યાની આસપાસ શરૂ કરાયેલા ચેકિંગની કામગીરી મધ્યરાત્રિ સુધી પોલીસ અધિકારી સાથે સર્વેલન્સ સ્કોર્ડના પોલીસ કર્મચારીઓએ પણ કરી હતી.