Corona ની બીજી લહેરમાં ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ વધુ સંક્રમિત, સર્વેમાં ચોંકાવનારો ખુલાસો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (Surashtra Univercity) ના મનોવિજ્ઞાન ભવનના સર્વેમાં ચોંકાવનારી વિગતો આવી સામે છે. મનોવિજ્ઞાન ભવનના 45 વિદ્યાર્થીઓ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં સર્વે કરવામાં આવતા ગ્રામ્ય વિસ્તારની મહિલાઓમાં જાગૃતતાનો અભાવ હોવાના તારણો આવ્યા સામે છે.
ગૌરવ દવે/રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (Surashtra Univercity) ના મનોવિજ્ઞાન ભવન દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં ગ્રામ્ય વિસ્તારની સ્ત્રીઓ કોરોના (Coronavirus) ની બીજી લહેરમાં વધુ સંક્રમિત થઈ હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં મહિલાઓમાં જાગૃતતાનો અભાવ હોવાના તારણો સામે આવ્યા છે.
કોરોના (Coronavirus) ની બીજી લહેરમાં ગ્રામ્ય વિસ્તારની સ્ત્રીઓ વધુ સંક્રમિત થઈ હોવાનો સર્વેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (Surashtra Univercity) ના મનોવિજ્ઞાન ભવનના સર્વેમાં ચોંકાવનારી વિગતો આવી સામે છે. મનોવિજ્ઞાન ભવનના 45 વિદ્યાર્થીઓ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં સર્વે કરવામાં આવતા ગ્રામ્ય વિસ્તારની મહિલાઓમાં જાગૃતતાનો અભાવ હોવાના તારણો આવ્યા સામે છે.
શું તારણો આવ્યા સામે ?
- ગ્રામ્ય વિસ્તારમાં કોરોના અંગે જાગૃતતાનો અભાવ
- ગામડામાં મહિલાઓ આજે પણ સાડીનો માસ્ક તરીકે ઉપયોગ કરે છે
- હટાણુ અને ખરીદી કરતી સમયે મહિલાઓ 4 કરતા વધુ સંખ્યામાં સાથે જાય છે
- ગામડે પાણી ભરવા જતા સમયે મહિલાઓ એક કરતાં વધુ એકઠી થઈને જાય છે
- ગામમાં મરણ સમયે મરસિયા ગાવા અથવા છાતી ફૂટવા સ્ત્રીઓ એકત્ર થાય છે
-ગ્રામ્ય વિસ્તારમાં મહિલાઓ ઘર ગથ્થુ ઉપચાર જ કરે છે
- હોસ્પિટલ સારવાર લેવા જતા મહિલાઓ ગભરાય છે
મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો. યોગેશ જોગસણે જણાવ્યું હતું કે, જે રીતે બીજી લહેરમાં ન્યુઝ પેપરમાં અવસાન નોંધ આવતી હતી તેમ મહિલાઓની અવસાન નોંધમાં વધારો થયો હતો. જેથી પ્રોફેસર ડો.ધારા દોશીને આ અંગે વિદ્યાર્થીઓ પાસે સર્વે કરવા કહ્યું હતું. જેમાં 45 વિદ્યાર્થીઓ દ્વારા ગામડે ગામડે થી આવતા ફોન આધારે સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં ગામડાની સ્ત્રીઓ માસ્ક ને બદલે મોં ઢાંકવામાં સાડીનો આજે પણ ઉપયોગ કરતી હોવાનું અને કોઈ પણ પ્રસંગમાં એક જગ્યાએ એકત્ર થવાનું વધુ રાખતા હોવાથી સંક્રમણનું પ્રમાણ વધુ હોવાનું તારણ સામે આવ્યું છે.