અમરેલી : હાલ સમગ્ર ગુજરાતમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. કોઇ પણ ગામ કે શહેર એવું નથી જ્યાં કોરોનાનો હાહાકાર ન હોય. પરંતુ જ્યારે કોરોનાનો પ્રથમ વેવ આવ્યો ત્યારે કોરોનાથી બચવામાં ખુબ જ સફળ રહેલા અમરેલીના વહીવટી તંત્રના સરકારે પણ વખાણ કર્યા હતા. જો કે બીજા વેવમાં વહીવટી તંત્રની તમામ કામગીરી કોરોનાના બીજા વેવ સામે નિષ્ફળ સાબિત થઇ રહી છે. કોરોનામાં પણ બીજા વેવમાં કોરોનાના ખુબ જ મોટા પ્રમાણમાં કેસો સામે આવી રહ્યા છે. જેના કારણે સ્થિતી ખુબ જ વિપરિત બની છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Rajkot માં કોરોના બેડ ખુટી પડતા રાષ્ટ્રીય શાળામાં શરૂ કરાઈ ખાનગી કોવિડ હોસ્પિટલ


કોરોનાના કેસ વધતા જિલ્લાના 12 ગામો કન્ટેઇનમેન જોન જાહેર કરવામાં આવ્યા છે. કોવિડ 19નુ સંક્રમણ વધતા જિલ્લા કલેકટર આયુષ ઓક દ્વારા હવે એક પછી એક પગલાઓ ઉઠાવવામાં આવી રહ્યા છે. કલેક્ટર દ્વારા કેટલાક મહત્વપુર્ણ અને કડક નિર્ણયો લેવામાં આવ્યા છે. જેના અંતર્ગત જ્યાંથી મોટા પ્રમાણમાં કોરોનાના કેસ આવી રહ્યા છે તેવા ગામડાઓને કન્ટેઇનમેન્ટ જાહેર કરવામાં આવી રહ્યા છે. જિલ્લાનાં મોટાઆંકડીયા, વડેરા, વાંકીયા, વરૂડી, કોટડાપીઠા, હામાપુર, ધારી, ટીંબી, મોટી કુંકાવાવ, વડીયા, મતીરાળા, મોટા લીલીયા જેવા ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. 


ડોકટરોએ મને અને મારા પેટમાં ઉછેરી રહેલા બાળકને મોતના મુખમાંથી ઉગાર્યા: શ્વેતા પટેલ


લોકોની સુરક્ષાને ધ્યાને લઇને અવર જવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જીવન જરૂરિયાત ચીજ વસ્તુને બાદ કરતા સંપૂર્ણ દુકાનો બંધ રહેશે. જે ગામોમાં છેલ્લા એક અઠવાડિયામાં કોરોના કેસોમાં ઝડપથી વધારો થયો હોય તેવા ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. કોરોનાને લઈ જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ પર છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અમરેલીનું વહીવટી તંત્ર સતત ખડેપગે કોરોનાની સારવાર ઉપરાંત કોરોનાનું સંક્રમણ વધારે ન ફેલાય તે માટેના પ્રયાસો પણ કરતું રહે છે. 


Surat: કોવિડ હોસ્પિટલમાંથી મળી અનેક ફરિયાદ, સાંસદ દર્શના જરદોશનો મુખ્યમંત્રીને પત્ર


આ ઉપરાંત અમરેલી જિલ્લાની તમામ સરકારી હોસ્પિટલ અને ખાનગી કોવીડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલોમાં રેમડેસીવીરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાનું પણ કલેક્ટરે જણાવ્યું હતું. RTPCR નેગેટીવ હોય અને સીટી સ્કેનમાં લક્ષણો જણાય તો રેમડેસીવીર આપી શકાય તેવું તેમણે જણાવ્યું હતું. રેમડેસીવીરના ઉપયોગ બાબતે રાજ્ય સરકારની ગાઈડલાઇનનો અભ્યાસ જરૂરી : કલેક્ટરની જિલ્લાના તબીબોને ખાસ સુચના આપી દેવામાં આવી છે. ફક્ત ડેઝીગ્નેટેડ કોવીડ દવાખાનાઓ મારફતે જ રેમડેસીવીર લેવા અપીલ કરવામાં આવી છે. કોવીડ-૧૯ના લક્ષણો ધરાવતા લોકો વહેલી તકે તપાસ કરાવે તેવી પણ અપીલ તંત્ર દ્વારા કરાઇ છે. કોરોનાના લક્ષણો જણાયે તુરંત જ ટેસ્ટ કરાવી રિપોર્ટની રાહ જોયા વગર તાત્કાલિક દવાઓ ચાલુ કરવા માટે પણ અપીલ કરવામાં આવી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube