સાબરકાંઠા જિલ્લામાં HMP વાયરસનો શંકાસ્પદ કેસ, આઠ વર્ષના બાળકમાં જોવા મળ્યા લક્ષણો
કોરોના બાદ હવે લોકોમાં HMP વાયરસનો ડર જોવા મળી રહ્યો છે. ચીનમાં સૌ પહેલા આ વાયરસ જોવા મળ્યો હતો. ભારતમાં પણ તેના કેસ સામે આવી ચૂક્યા છે. આ વચ્ચે સાબરકાંઠા જિલ્લામાં એચએમપી વાયરસનો શંકાસ્પદ કેસ સામે આવ્યો છે.
સાબરકાંઠાઃ ગુજરાતમાં એચએમપી વાયરસનો શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં આઠ વર્ષીય બાળકમાં HMPV જેવા લક્ષણો જોવા મળ્યા છે. હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં આ બાળકની સારવાર ચાલી રહી હતી, જેને હવે અમદાવાદ ખસેડવામાં આવ્યું છે. બાળકના સેમ્પલ પણ ગાંધીનગર મોકલવામાં આવ્યા છે. એચએમપીવીનો શંકાસ્પદ કેસ સામે આવતા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે.
શું છે વિગત
હિંમતનગરની બેબી કેર હોસ્પિટલમાં એક દાખલ એક બાળકમાં એચએમપી વાયરસના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા છે. આ બાળકમાં HMPV ના લક્ષણો પોઝિટિવ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ બાળકને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યું છે અને તેના સેમ્પલ ગાંધીનગર મોકલવામાં આવ્યા છે. હવે ગાંધીનગરથી રિપોર્ટ આવ્યા બાદ આ વાયરસના કેસ અંગે માહિતી મળશે.
આરોગ્ય વિભાગ હરકતમાં
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં HMPV નો શંકાસ્પદ કેસ સામે આવ્યા બાદ આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે. આરોગ્ય વિભાગ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરાશે. બીજીતરફ આ સમાચાર સામે આવતા શહેરીજનોમાં પણ ફફડાટ ફેલાયો છે.
આ પણ વાંચોઃ ઓગડ જિલ્લા માટે છેલ્લા શ્વાસ સુધી લડીશું, દિયોદરમાં સાતમાં દિવસે વિરોધ યથાવત
અમદાવાદમાં નોંધાયો હતો કેસ
ગુજરાતમાં HMPV નો પ્રથમ કેસ નોંધાયો છે. અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં HMPV નો પ્રથમ કેસ નોંધાયો છે. 2 મહિનું બાળક HMPV થી સંક્રમિત થયું હોવાનું સામે આવ્યું છે. આ બાળકને HMPV વાયરસના શરદી અને તાવના લક્ષણો જોવા મળ્યા છે. બાળક ખાનગી હોસ્પિટલના સારવારથી સ્વસ્થ જોવા મળ્યું છે. ખાનગી લેબોરેટરીમાં બાળકનો HMVP રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બાળક મૂળ મોડાસા પાસેના ગામના પરિવારનું છે. બાળકની તબિયત બગડતા અમદાવાદ લાવ્યા હતા.
વાયરસ સામે લડવા ગુજરાતમાં તૈયારીઓ
ચીનમાંથી ઉદભવેલા એક નવા વાયરલથી સમગ્ર દુનિયામાં ફરી હાહાકાર મચ્યો છે. HMPV નામના આ વાયરસની ભારતની સાથે ગુજરાતમાં પણ એન્ટ્રી થઈ ગઈ છે. કોરોનાના આગમન પહેલા જે રીતે તંત્રએ તૈયારીઓ કરી હતી...તેવી જ રીતે રાજ્યના મહાનગરો અને જિલ્લાની હોસ્પિટલમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.