ડીસા : ડીસાના માલગઢ પાટીયા નજીક મોડી રાત્રે અલ્ટો ગાડી અને સ્વીફ્ટ કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. અકસ્માતમાં અલ્ટો કારમાં અચાનક આગ ભભુકી ઉઠી હતી. આગ ભભુકી ઉઠતા એક વ્યક્તિ સળગી ગયો હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. બનાવને પગલે ઘટના સ્થળ પર 108ની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી ચુકી છે. બનાવની જાણ થતા ડીસા ફાયર ફાયટરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે અકસ્માત પાછળનું કારણ હજી પણ અકબંધ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube