વિવાદિત અને સસ્પેન્ડેડ IAS ગૌરવ દહિયાને ફરી મળી એન્ટ્રી, સોંપાયો આ વિભાગનો ચાર્જ
IAS officer Gaurav Dahiya : મહિલા સાથેના કથિત પ્રેમ પ્રકરણને કારણે વિવાદિત IAS ગૌરવ દહિયાને 2019 માં સસ્પેન્ડ કરાયા હતા... હવે તેમને એડિશનલ ડેવલોપમેન્ટ કમિશ્નર તરીકેનો ચાર્જ સોંપાયો
Gandhiangar News : ગુજરાત કેડરના IAS ગૌરવ દહિયા સામે એક મહિલાએ લગાવેલા આરોપ બાદ તેમને સસ્પેન્ડ કરાયા હતા. ત્યારે સસ્પેન્ડેડ હવે ગૌરવ દહિયાની રિએન્ટ્રી થઈ છે. એક મહિલાએ લગાવેલા આક્ષેપ બાદ ગૌરવ દહિયાને સસ્પેન્ડ કરાયા હતા. હવે આ આઈએએસ અધિકારીને પરત લેવામાં લેવાયા છે. ગૌરવ દહિયાની એડિશનલ ડેવલપમેન્ટ કમિશનર તરીકે નિમણૂંક કરવામાં આવી છે.
2019માં ગૌરવ દહિયાને સસ્પેન્ડ કરાયા હતા
દિલ્હીની મહિલાએ IAS ગૌરવ દહિયા સામે વર્ષ 2019માં GAD વિભાગમાં ફરિયાદ કરી હતી, જેના પર ગુજરાતના મુખ્યમંત્રીએ 5 IAS સભ્યોની કમિટી બનાવી હતી અને આ મામલે તપાસના આદેશ આપ્યા હતા. સભ્યોએ તપાસ કરતાં મહિલાના આક્ષેપો સાચા હોવાનું જણાયું હતું. તેથી14 ઓગસ્ટ 2019 ના રોજ ગૌરવ દહિયાને ગુજરાત સરકાર દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
Surat : હાઈરાઈઝ ઈમારતની છત પર રીલ્સ બનાવતા બે યુવકોની અટકાયત, પોલીસે માફી મંગાવી
શું હતો આખો મામલો
ગુજરાતના IAS અધિકારી ગૌરવ દહિયા સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. જેમાં દિલ્હીની લિનુ સિંહ નામની મહિલાએ ગૌરવ દહિયા સામે લગ્ન કરવાની લાલચ આપી છેતરપિંડી કરી હોવાની તેમજ મારી સાથે શારિરીક શોષણ કર્યું હોવાનો આરોપ લગાવ્યો હતો. મહિલા દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે, ગૌરવ દહિયાએ સાથે તેની મુલાકાત વર્ષ 2017માં સોશિયલ મીડિયા સાઇટ ફેસબુકના માધ્યમથી થઇ હતી. ત્યારબાદ બંન્ને દિલ્હીની શાગીલા હોટલમાં મળ્યા હતા. મહિલાએ આરોપ લગાવ્યો કે, ગૌરવ દહીયા પરણિત હોવા છતાં મારી સાથે સબંધ બાંધ્યા હતા.
PM મોદી ક્યારેક બાલાચડી નહોતા જઈ શક્યા : હવે ગૃહ જિલ્લામાં બનશે અનોખી સૈનિક સ્કૂલ
આ કેસમાં IAS અધિકારી ગૌરવ દહિયાએ પણ ગાંધીનગર ખાતે મહિલા વિરૂદ્ધ બ્લેકમેલની અરજી કરી હતી. અને મહિલા દ્વારા કરવામાં આવેલા વાયરલ ફોટા ખોટા છે, મહિલાએ ફોટા વાયરલ કરીને મારી પાસે રૂપિયાની માગણી કરી છે. બ્લેકમેલ કરીને મહિલા મારી પાસે રૂપિયા પડાવી રહી છે. તેવા આક્ષેપ ગૌરવ દહિયાએ કર્યા છે. આ ઘટના બાદ ગુજરાત સરકારે તેમને સસ્પેન્ડ કર્યા હતા.
આસારામની પત્ની અને પુત્રીની મુશ્કેલીઓ વધી, ગુજરાત હાઈકોર્ટે લીધો મોટો નિર્ણય