ચિંતાજનક સમાચાર; ખેડામાં 2 દિવસમાં 5 યુવકોના શંકાસ્પદ મોત, આરોગ્ય વિભાગ દોડતું થયું
ખેડા જિલ્લાના બગુડા અને બિલોદરા ગામમાં 2 દિવસમાં 5 યુવકોના શંકાસ્પદ મોત થતાં વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળી રહ્યા છે. હાલ બન્ને ગામ અને આસપાસના વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
ઝી બ્યુરો/ખેડા: ખેડામાંથી એક ચિંતાજનક સમાચાર મળી રહ્યા છે. ખેડામાં 2 દિવસમાં 5 યુવકોના શંકાસ્પદ મોત થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ખેડા જિલ્લાના બગુડા અને બિલોદરા ગામમાં આ ઘટના બની છે. 2 દિવસમાં 5 યુવકોના શંકાસ્પદ મોત થતાં આરોગ્ય વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા હાલ તો યુવાનોએ કોઈ રોગચાળો કે કેફી પીણું પીવાથી મોત થયું છે કે કેમ તેને લઈને તપાસ ચલાવવામાં આવી છે. મોતનું કારણ જાણવા ખેડા આરોગ્ય વિભાગ સક્રિય થયું છે.
આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, નડિયાદના બીલોદરા ગામે બે દિવસમાં 3 લોકોના શંકાસ્પદ મોત થયા છે જ્યારે મહુધા તાલુકાના બગડુ ગામે પણ 2 લોકોના શંકાસ્પદ મોત થતાં વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળી રહ્યા છે. હાલ બન્ને ગામ અને આસપાસના વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. રોગચાળો કે કેફી પીણું પીવાથી મોત થયું છે કે કેમ તે તપાસ બાદ મોતનું સાચું કારણ બહાર આવશે. મોતનું કારણ જાણવા ખેડા જિલ્લા આરોગ્ય તંત્ર સક્રિય થયું છે.
પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે, ઘરે આવ્યા અને માથામાં દુખાવો થયો, પરેસેવો વળી ગયો, અને ત્યારબાદ મોંમાંથી ફીણ આવવા લાગ્યા હતા. બાદમાં દવાખાને લઈ ગયા જ્યાં ડોક્ટરે સિવિલ હોસ્પિટલમાં મોકલ્યા હતા. ત્યાં હાજર ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. હાલ મૃતદેહને પીએમ માટે મોકલવામાં આવ્યો હતો. હાલમાં એક વ્યક્તિની સ્થિતિ ગંભીર હોય ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
રાજ્ય સરકાર એલર્ટ મોડ ઉપર આવી ગઈ
નોંધનીય છે કે, કોરોના બાદ ચીનમાં બાળકોમાં ન્યુમોનિયા જેવી રહસ્ય બિમારી ફેલાઈ છે. આકરા તાવની સાથે ફેફસાંમાં બળતરા થતી આ બીમારીને કારણે દરરોજ 7000 જેટલાં બાળકો હોસ્પિટલે પહોંચી રહ્યાં છે. આ બીમારી ફેલાતા કેન્દ્ર અને રાજ્ય સરકાર એલર્ટ મોડ ઉપર આવી ગઈ છે, જે રીતે કોરોના ના કારણે સમગ્ર વિશ્વમાં હાહાકાર થયો હતો..તેવી જ શ્વાસ ને લાગતી ન્યુમોનિયા જેવી બીમારીએ ફરી માથું ઉચકતા જ કેન્દ્ર સરકારે ભારત ની સિવિલ હોસ્પિટલ ને એલર્ટ રહેવા સૂચના આપી દેવામાં આવી છે. જેને લઈ સુરત સિવિલ હોસ્પિટલ પ્રશાશન દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે.
ભારતનાં છ રાજ્યોમાં એલર્ટ
ચીનમાં ફેફસાંને ફુલાવતી રહસ્યમય બીમારીને લઈને ભારતનાં છ રાજ્યોમાં એલર્ટ છે. રાજસ્થાન, કર્ણાટક, ગુજરાત, ઉત્તરાખંડ, હરિયાણા અને તમિલનાડુની રાજ્ય સરકારોએ હોસ્પિટલ અને આરોગ્ય કર્મચારીઓને શ્વાસને લગતા દર્દીઓ માટે તૈયાર રહેવા સૂચના આપી છે. રાજ્ય સરકારોએ પણ લોકો માટે એડવાઈઝરી જાહેર કરી છે. જેમાં લોકોને ભીડભાડવાળી જગ્યાએ માસ્કનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે. પીડિયાટ્રિક યુનિટ્સમાં બાળકોની સારવાર માટે સંપૂર્ણ વ્યવસ્થા કરવા માટે કહેવામાં આવ્યું છે.
WHO સહિત ચિંતામાં મુકાયા
સમગ્ર વિશ્વ અને WHO સહિત ચિંતામાં મુકાયા છે કારણ કે ચીનમાં બાળકોમાં શ્વાસ ને લગતી બિમારી જોવા મળી છે. ઈન્ફ્લુએન્ઝા, માયકોપ્લાઝમા ન્યુમોનિયા, સાર્સ-કોવિડ-૨ વગેરે જેવી બીમારી જોવા મળી રહી છે. તેંજ બાબતને ધ્યાને રાખી શહેર અને જિલ્લા તમામ આરોગ્ય તંત્ર, જિલ્લા અને શહેર આરોગ્ય અધિકારી, સિવિલ તમામને એલર્ટ થવા આ એડવાઈઝરી દ્વારા સૂચના આપવામાં આવી છે.