અમદાવાદ : કંડલા બંદરેથી પાકિસ્તાન (pakistan) જતા ચીન (china) ના જહાજને કસ્ટમ દ્વારા અટકાવવામાં આવ્યું હતું. ચીનથી કરાંચી બંદર જતા જહાજમા શંકાસ્પદ સામાન હોવાની આશંકાથી કંડલા બંદરે (kandla port) સામાન ઉતારવા આવ્યું હતું. જહાજને ડિટેઈન કર્યા બાદ તપાસ કરાશે. શંકા છે કે, આ જહાજ પર મિસાઈલ સાથે જોડાયેલ સામગ્રી છે, જે બેલેસ્ટિક મિસાઈલ (ballistic missile) ના લોન્ચિંગમાં ઉપયોગમાં લઈ શકાય છે. જો કે આખરે કસ્ટમ વિભાગ દ્વારા કડક પગલું ભરાતા તમામ સામાન જપ્ત કરવામાં આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નમસ્તે ટ્રમ્પ: મેટ્રો કામગીરીને લીધે ટ્રમ્પના રૂટમાં અચાનક કરાયો ફેરફાર, જાણો નવો રૂટ
શંકાસ્પદ સામાનને પોર્ટનાં ગોડાઉનમાં સીઝ કરી લેવામાં આવ્યો છે. જહાજને રિલિઝ કરવા માટેની કાર્યવાહી ચાલુ કરી દેવામાં આવી છે. ડોક્યુમેન્ટની ચકાસણી બાદ જહાજ રિલીઝ કરી દેવામાં આવશે. શંકાસ્પદ સામાનને નીચે ઉતાર્યા બાદ કસ્ટમ સહિત વિવિધ એજન્સીઓ દ્વારા કાર્યવાહી. કંડલા બંદરેથી જહાજ કરાંચી માટે રવાનાં કરવામાં આવશે. પરંતુ જેટલા પણ શંકાસ્પદ કન્ટેનર હતા તે તમામને ઉતારી લેવામાં આવ્યા છે. અત્રે ઉલ્લે્ખનીનીય છે કે, 09 તારીખે શંકાસ્પદ જહાજને અટકાવવામાં આવ્યું હતું. 10 દિવસ સુધી વિવિધ એજન્સીઓ દ્વારા તપાસ બાદ આખરે શંકાસ્પદ સામાનને જપ્ત કરી લેવાયો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube