અર્પણ કાયદાવાલા/અમદાવાદ: સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ મુસાફરોના આવાગમનમાં ઉત્તરોત્તર ઉંચી ઉડાન ભરી રહ્યું છે. ચાલુ વર્ષે SVPI એરપોર્ટે માત્ર એક જ મહિનામાં એક મિલીયનથી વધુ મુસાફરોને ઉત્કૃષ્ટ સેવા પૂરી પાડી છે. ઉત્તરોત્તર વધતી મુસાફરોની સંખ્યાને સમાવવા ટર્મિનલ બિલ્ડીંગનું વ્યાપક વિસ્તરણ થઈ રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આવી રહ્યું છે વર્ષ 2023નું પહેલું વાવાઝોડું! આ રાજ્યોનું આવી બનશે, જાણો શું છે આગાહી


ઉલ્લેખનીય છે કે, ગત નાણાંકીય વર્ષે અમદાવાદ એરપોર્ટ પરથી 10 મિલિયનથી વધુ લોકોએ મુસાફરી કરી હતી. SVPI એરપોર્ટ વધી રહેલા પેસેન્જર ટ્રાફિકને પહોંચી વળવા સતત સેવા, સલામતી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો કરવા પ્રતિબદ્ધ છે. ઉન્નત એર કનેક્ટિવિટી અને બહેતર સેવાઓ સાથે SVPI એરપોર્ટ પ્રવાસીઓની પહેલી પસંદ બની રહ્યું છે.


કોર્ટનું અવલોકન; નરોડા ગામમાં કોઈને જીવતા સળગાવાયા નથી, ફટાકડામા લાગેલી આગથી મોત થયા


તાજેતરમાં SVPI એરપોર્ટે ડોમેસ્ટિક ટર્મિનલમાં સિક્યોરિટી ચેક વિસ્તારમાં વધારો કર્યો છે. ડોમેસ્ટિક ટર્મિનલ બહાર નવો કન્ટેનર રિટેલ વિસ્તાર અને ડ્રોપ-ઓફ લેન કરતા મુસાફરોની ક્ષમતા અને સગવડમાં વધારો થયો છે. ડોમેસ્ટિક ટર્મિનલમાં લેવલ 1 પર સિક્યોરિટી હોલ્ડ એરિયા (SHA)માં વધારો થવાથી મુસાફરોને 1800 SQM કરતાં વધુ મોકળાશની જગ્યા મળશે.


પતિ આખો દિવસ કહે છે- પેટ ઓછું કર, કમર ઓછી કર! હું તાત્કાલિક કૈટરિના ક્યાંથી બની જાઉં


ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારાની સાથે મુસાફરોને ત્વરિત અને સીમલેસ પ્રોસેસિંગનો અનુભવ મળી રહે તે માટે ડોમેસ્ટિક પ્રસ્થાનમાં સાત ઈ-ગેટ લગાવવામાં આવ્યા છે. ફક્ત હેન્ડબેગ સાથે મુસાફરી કરતા મુસાફરો વેબ ચેક-ઇન કરાવી શકે છે, બોર્ડિંગ પાસ મેળવવા તેઓ પ્રસ્થાન સમયને બચાવવા સેલ્ફ-ચેક-ઇન મશીનોનો ઉપયોગ પણ કરી શકે છે.


65 જાતની કેરી અને 40 જાતના કેળાં, આ ખેડૂતે બાગાયતી પાકોનું રમણભમણ કરી નાખ્યું


દેશ-વિદેશના લોકપ્રિય સ્થળો અમદાવાદ એરપોર્ટ સાથે જોડાયેલા છે. વળી એરલાઇન્સ અમદાવાદથી ડાયરેક્ટ ફ્લાઇટસ ઉમેરી અવારનવાર અવનવા સ્થળો ઉમેરતી રહે છે. SVPI એરપોર્ટ પરથી નવા ગંતવ્ય સ્થાનોમાં હૈદરાબાદ, ઇન્દોર, બેંગ્લોર, દિલ્હી, મુંબઈ અને લખનૌનો જેવા મહાનગરોનો વધારો કરવામાં આવ્યો છે. નાસિક અને પંતનગર વાયા જયપુર જેવા સ્થળોની ફ્રિક્વન્સીમાં વધારો કરવામાં આવ્યો છે. નવા ઉનાળુ સમયપત્રકના અમલીકરણ બાદ SVPI એરપોર્ટ નવ સ્થાનિક અને 17 આંતરરાષ્ટ્રીય એરલાઇન્સ સાથે 39 સ્થાનિક અને 19 આંતરરાષ્ટ્રીય સ્થળોને જોડે છે.